ચિફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાની વાળી 5 જજોની બંધારણીય બેંચ સમલૈંગિક લગ્નની માંગ પર સુનાવણી કરશે. મંગળવારે હવે આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા જઈ રહી છે.
સમલૈંગિક લગ્નને કાયદાકીય દરજ્જો આપવાની માંગ વાળી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે નિર્ણય આપશે. 11 મેએ કોર્ટની 10 દિવસની સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.
- Advertisement -
સુનાવણીમાં અરજદારે ભારે આપ્યો છે કે તેમના લગ્નને કાયદાકીય માન્યતા મળે. જ્યારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તે લગ્નના દરજ્જો આપ્યા વગર તે સમલૈંગિક યુગલને અમુક અધિકાર આપવા પર વિચાર કરી રહી છે.
કોણ છે અરજદાર?
સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનારમાં ગે કપલ સુપ્રિય ચક્રવર્તી અને અભય ડાંગ, પાર્થ ફિરોજ મેહરોત્રા અને ઉદય રાજ આનંદના ઉપરાંત ઘણા લોકો શામેલ છે. 20થી વધારે અરજદારોમાં મોટાભાગના સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાની માંગ કરી રહ્યા છે. અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં ધાર્મિક અને આંતર જાતીય વિવાહને સંરક્ષણ મળ્યું છે. પરંતુ સમલૈંગિક યુગલોની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે.
2018ના નિર્ણયને બનાવ્યો આધાર
2018માં સુપ્રીમ કોર્ટે બે વયસ્કોની વચ્ચે સહમતીથી એકાંતમાં બાંધેલા સમલૈંગિક સંબંધને અપરાધના ક્ષેત્રમાંથી બહાર કર્યા હતા. ત્યારે કોર્ટે સમલૈંગિકતાને અપરાધ ગણાવનાર આઈપીસીની કમલ 377ના એક ભાગને નિરસ્ત કરી દીધુ હતું. ત્યાર બાદ સમલૈંગિક વિવાહને કાયદાકીય દરજ્જાની માંગ પર ભાર મુક્યો છે.
- Advertisement -
આખરે ગયા વર્ષે આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. આ વર્ષે ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી 5 જજોની સંવિધાન પીઠે હાલમાં આ મામલા પર સુનાવણી કરી છે. બેંચના બાકી 4 સદસ્યો છે- જસ્ટિસ સંજય કિશન કૌલ, એસ રવિંદ્ર ભટ, પીએસ નરસિમ્હા અને હિમા કોહલી.
અરજદારની મુખ્ય દલીલ
અરજદારોએ દુનિયાના ઘણા દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા મળવાની દલીલ આપી છે. તેમણે એવું પણ કહ્યું છે કે ભારતમાં સમલૈંગિક કપલને કોઈ પણ કાયદાકીય અધિકાર નથી. કાયદાની નજરમાં પતિ-પત્ની ન હોવાના કારણે તે સાથે બેંક એકાઉન્ટ નથી ખોલાવી શકતા. પોતાના પીએફ કે પેન્શનમાં પોતાના પાર્ટનરને નોમિની ન બનાવી શકે. આ સમસ્યાઓનું સમાધાન ત્યારે થશે જ્યારે તેમના લગ્નને કાયદાકીય માન્યતા મળશે.
‘સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ આપશે ચુકાદો’
અરજદારની તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે અલગ અલગ ધર્મ અને જાતિના લોકોને લગ્નની પરવાનગી આપનાર સ્પેશિયલ મેરેજ એક્ટની કલમ 4ની મામૂલી વ્યાખ્યાથી બધી સમસ્યા દૂર થઈ શકે છે. કલમ 4માં એવું લખ્યું છે કે બે લોકો એકબીજા સાથે લગ્ન કરી શકે છે. સુપ્રીમ કોર્ટ એટલું સ્પષ્ટ કરી દે કે બે લોકોનો મતલબ ફક્ત સ્ત્રી અને પુરૂષ નથી. તેમાં સમલૈંગિક પણ શામેલ છે.
કેન્દ્રએ કર્યો માંગનો વિરોધ
કેન્દ્ર સરકારની તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે ભારતીય સમાજ અને તેમની માન્યતાઓ સમલૈંગિક વિવાહને યોગ્ય નથી માનતા. કોર્ટે સમાજના એક મોટા ભાગના અવાજને પણ સાંભળવો જોઈએ. કોર્ટમાં બેઠેલા અમુક લોકોને સમાજ પર સ્થાયી ફેરફાર લાવનાર આટલો મોટો નિર્ણય ન લેવો જોઈએ.
સુપ્રીમ કોર્ટ પોતાની તરફથી લગ્નની નવી સંસ્થાનને માન્યતા નથી આપી શકતા. સરકારે એવું પણ કહ્યું લગ્નને મન્યકા મળ્યા બાદ સમલૈંગિક યુગલ બાળક દત્તક લેવાની માંગ કરશે. જે બાળક આવા કપલ સાથે ઉછરશે તેમની મનોસ્થિતિ પર પણ વિચાર કરવો જોઈએ.
ઘણા કાયદા પર પડશે અસર
સોલિસીટર જનરલે એવું પણ કહ્યું કે સમલૈંગિક લગ્નનો મામલો એટલો સરળ નથી. ફક્ત સ્પેશિયલ મેરેજ એક્ટમાં હલકો ફેરફાર કરવાથી વાત નહીં બને. સમલૈંગિક લગ્નને માન્યતા આપવી ઘણી કાયદાકીય જટીલતાઓને જન્મ આપશે. તેમાં 160 બીજા કાયદા પણ પ્રભાવિત થશે. પરિવાર અને પારિવારિક મુદ્દા સાથે જોડાયેલા આ કાયદામાં પતિના રૂપમાં પુરૂષ અને પત્નાના રૂપમાં સ્ત્રીને જગ્યા આપવામાં આવી છે.
કોર્ટનો સવાલ
કેન્દ્ર સરકારની દલીલને સાંભળ્યા બાદ જજોએ આ વાત પર સહમતિ દર્શાવી છે કે આ વિષય સંસદના અધિકાર ક્ષેત્રમાં આવે છે. તેમણે એવું પણ કહ્યું હતું કે સમલૈંગિક લગ્નને કાયદાકીય દરજ્જો આપતા ઘણા પ્રકારની જટિલતાઓ થશે. જજોએ સરકારને પુછ્યું હતું કે જે માનવીય સમસ્યાઓ સમલૈંગિક કપલ સતત ઉઠાવી રહ્યા છે શું તેમનો ઉકેલ લાવી શકાય છે?
જે પ્રકારથી સરકારે કિન્નર વર્ગ માટે ટ્રાન્સજેન્ડર એક્ટ બનાવવ્યો છે. તેની જ રીતે કોઈ ખાસ વ્યવસ્થા શું સમલૈંગિકો માટે પણ કરવામાં આવી શકે છે? આવી વ્યવસ્થા જ્યાં તેમના લગ્નને કાયદાકીય દરજ્જો આપ્યા વગર પણ તેમને સામાજીક સુરક્ષા આપી શકે, અમુક અધિકાર આપી શકાય.
સરકાર કાયદાકીય અધિકાર આપવા તૈયાર
કોર્ટના સવાલનો જવાબ આપતા સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સમલૈંગિક વિવાહને કાયદાકિય દરજ્જો આપ્યા વગર આવા યુગલોને અમુક અધિકાર આપવા પર કેન્દ્ર સરકાર વિચાર કરશે. તેમના માટે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય કમિટીનું ગઠન કરવામાં આવશે.