ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિયમો મુજબ અને સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદીના માર્ગદર્શન મુજબ રાજકોટમાં સાધકની કલાસ ચલાવતા ટ્રેનર્સ દર્શનાબેન નિમાવત અને ભાવનાબેન નિમાવત દ્વારા રાજકોટમાં કડવીબાઈ વિદ્યાલયની લગભગ 550 જેટલી બાળાઓ માટે તા 10/10/23ના રોજ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક બાળાઓને બહેનો માટેના ખાસ આસનોનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ પ્રાણાયામ અને મેડીટેશનનો પણ અનુભવ કરાવ્યો હતો.
- Advertisement -
યોગ કો-ઓર્ડીનેટર વંદનાબેન રાજાણી અને ગીતાબેન સોજીત્રા, શાળાના આચાર્ય વર્ષાબેન ડવ, ટ્રસ્ટી હીરાબેન તથા અન્ય શૈક્ષણિક-બિન શૈક્ષણિક સ્ટાફ આ યોગ નિદર્શનમાં સામેલ થયા હતા.