ખાસ-ખબર સંવાદદાતા
શ્રી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા રાજકોટ શહેરમાં વસવાટ કરતા કડવા પાટીદાર પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. વર્ષ 2023માં ઉતીર્ણ થયેલા એમ.ડી., એમબીબીએસ, બીએએમએસ, દરેક બ્રાંચના ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી, ધો. 12 તથા ધો. 10 વગેરે કોર્ષના ફાઇનલ વર્ષમાં ઉચ્ચ ગુણાંકથી ઉતીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને નિયત કરેલા ટકાવારી પ્રમાણે શિલ્ડ, પ્રમાણપત્ર તથા ગીફ્ટ દાતાઓ તથા ટ્રસ્ટીઓના હસ્તે અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાંસમાજના શ્રેષ્ઠીઓ સર્વે નંદલાલભાઇ માંડવીયા, મુળજીભાઇ ભીમાણી, કે.બી.વાછાણી, અશ્ર્વિનભાઇ ભુવા, ધીરૂભાઇ સી. ડઢાણીયા, અશોકભાઇ વૈશ્ર્નાણી, વિજયભાઇ ડઢાણીયા, પ્રભુદાસભાઇ કોરડીયા, વિપુલભાઇ માકડીયા, મગનભાઇ કણસાગરા, પ્રવિણભાઇ ભુવા વગેરે… ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ટ્ર્સ્ટી સર્વે અશોકભાઇ દલસાણીયા, હરેશભાઇ કલોલા, ગોરધનભાઇ કણસાગરા, મહેશભાઇ ભુવા, મનસુખભાઇ ભાલોડીયા, ચંદુભાઇ કાલાવડીયા, કારોબારી સભ્યો જયેન્દ્રભાઇ જારસાણીયા, જેન્તિભાઇ મારડિયા, રમેશ કણસાગરા, અતુલ કણસાગરા, સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.