હિમાચલના રોહતાંગ સહિતના ઉંચી પહાડીઓમાં તાજી બરફવર્ષા થતાં સ્થાનિકો હેરાન છે, સોહતાંગ સહિત શિમલા અને અન્ય પહાડી વિસ્તારોમાં સોમવારે બરફવર્ષા અને વરસાદ પડ્યો છે
દેશમાં મોટા તહેવારોના દિવસો નજીક આવી રહ્યા છે. આ સાથે જ દેશમાં હવામાન પણ બદલાઇ રહ્યું છે. ચોમાસાના ચોથા રાઉન્ડના વરસાદ બાદ ધીરે ધીરે દેશમાં વાતાવરણ બદલાઇ રહ્યું છે. દેશની હિમાલયન રેન્જમાં તાજી બરફવર્ષાને લઇ ગુજરાતમાં પણ રાતે ઠંડી રહેવાની શક્યતા છે.
- Advertisement -
#WATCH | J&K: Sonamarg-Zojila road closed after upper reaches of Zojila in the Ganderbal district of Central Kashmir received fresh snowfall.
(Source: Beacon) pic.twitter.com/9YzMJWCZmP
— ANI (@ANI) October 10, 2023
- Advertisement -
પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની દસ્તક
દેશમાં ચોમાસાએ મોડી વિદાય લીધી છે. હજી પણ અનેક જગ્યાએ સક્રિય સિસ્ટમ વિના વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દેશમાં સમય પહેલા ઠંડીના આગમનની સ્થિતી સર્જાઇ છે. કારણ કે હિમાચલમાં મોસમ જલ્દીથી બદલાયું છે. હિમાચલના રોહતાંગ સહિતના ઉંચી પહાડીઓમાં તાજી બરફવર્ષા થતાં સ્થાનિકો હેરાન છે. સોહતાંગ સહિત શિમલા અને અન્ય પહાડી વિસ્તારોમાં સોમવારે બરફવર્ષા અને વરસાદ પડ્યો. જેના કારણે પહાડી વિસ્તારમાં તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. લાહૌલ સ્પિતીમાં બરફવર્ષાને કારણે ન્યુનતમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. વહેલી બરફવર્ષાને લઇ પહાડોમાં ટ્રાફિક નિયંત્રણને લઇ નિયમો લાગુ કરી દેવાયા છે.
#WATCH | Himachal Pradesh: Higher reaches of Lahaul-Spiti receive fresh snowfall. pic.twitter.com/3QXglPW1QZ
— ANI (@ANI) October 10, 2023
રાજધાનીમાં દિવસે ગરમી તો રાત્રે ઠંડક
કાશ્મીરની પહાડીઓમાં બરફવર્ષાને લઇ દિલ્લીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. દિલ્લીમાં સવારે ઠંડકમાં વધારો થયો છે. જ્યારે બપોરે ગરમી પડી રહી છે. દિલ્લીમાં આવનારા દિવસોમાં ઠંડી અને ગરમી બંન્ને મોસમ એક સાથે અનુભવ થવાની આગાહી કરાઇ છે. દિલ્લીમાં હાલ મહત્તમ તાપમાન 35થી 37 ડિગ્રી જ્યારે ન્યુનત્તમ તાપમાન 23થી 20 ડિગ્રી રહેવાનો અંદાજ છે. તેવામાં ગુજરાતમાં પણ વાતાવરણના બદલાવની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય સાથે જ ભાદરવાની ગરમીમાં ઘટાડો થવાની સંભાવના છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ સવાર અને સાંજે ગુલાબી ઠંડી અને બપોરે ગરમી પડવાની હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે.