પઠાણ અને જવાન જેવી બે સુપરહીટ ફિલ્મો આપનાર બોલીવુડ અભિનેતા શાહરુખખાનની સુરક્ષા વધારીને વાય-પ્લસ કેટેગરીની કરવામાં આવી છે. અત્યારસુધી તેને માત્ર બે કોન્સ્ટેબલ મળતા હતા તેના બદલે હવે રાઉન્ડ-ધ-કલોક છ સુરક્ષા જવાનો મળશે.
શાહરુખખાનના જીવ પર સંભવિત જોખમને ધ્યાને રાખીને મહારાષ્ટ્ર સરકારે તેની સુરક્ષા વધારી દીધી છે. શાહરુખની બે ફિલ્મોએ જંગી કમાણી કર્યાને પગલે અમુક માફીયા તત્વો દ્વારા ધમકી મળ્યાના ગુપ્તચર રિપોર્ટને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાય-પ્લસ કેટેગરીમાં 6 સુરક્ષા જવાનો સતત તૈનાત રહે છે જયારે પાંચ સશસ્ત્ર જવાનોને નિવાસસ્થાને તૈનાત રાખવામાં આવે છે.
- Advertisement -
શાહરુખખાન સિવાય સલમાનને પણ તાજેતરમાં બિશ્ર્નોઈ ગેંગ તરફથી ધમકી મળી હોવાથી વાય-પ્લસ કેટેગરીની સુરક્ષા ધરાવે છે. રાજયના ગૃહવિભાગ દ્વારા જારી કરેલા પત્ર મુજબ શાહરુખખાનને સંભવિત ખતરાને ધ્યાને રાખીને વાય-પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાનું નકકી થયુ છે જે અંતર્ગત પોતપોતાના કાર્યક્ષેત્રમાં ખાસ કાળજી રાખવી.
મહારાષ્ટ્ર સરકારની નીતિ મુજબ જીવનુ જોખમ ધરાવતી ખાનગી વ્યક્તિને સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. જો કે, આ સુરક્ષાના બદલામાં નાણાં વસુલવામાં આવે છે જે એડવાન્સમાં મેળવવા કે બેંક ગેરંટીરૂપે લેવાની જોગવાઈ છે. શાહરુખને પણ આ વધારાની સુરક્ષા માટે નાણાં ચુકવવા પડશે.
સલમાન, અમિતાભ, અક્ષયકુમાર, આમીર, અનુપમખેરને પણ સુરક્ષા છે
શાહરુખખાન ઉપરાંત મહારાષ્ટ્ર પોલીસ દ્વારા અન્ય અર્ધોડઝન બોલીવુડ સેલીબ્રીટીને સુરક્ષા આપવામાં આવી રહી છે. દબંગ તરીકે ઓળખાતા સલમાનખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી આપવામાં આવી હતી.
- Advertisement -
એટલે નવેમ્બર 2022થી તેને વાય-પ્લસ સુરક્ષા આપવામાં આવી રહી છે. આ સિવાય અમિતાભ બચ્ચન, આમીરખાન અને અક્ષયકુમાર, અનુપમખેરને પણ સુરક્ષા છે. જો કે, તેઓને એકસ-કેટેગરીની સુરક્ષા મળેલી છે.