જૂનાગઢ ગુજરાત યોગ બોર્ડ દ્વારા જિલ્લા જેલમાં ગાંધી જયંતિ 2જી ઓકટોબર થી યોગ શિબિર શરુ કરવામાં આવી છે આ શિબિર 31 ઓગસ્ટ સુધી ચાલશે જેલના બંદીવાન ભાઈઓ અને બેહનો માટે રોજ યોગ સાથે પ્રાર્થના,સુક્ષ્મ વ્યાયામ, સૂર્ય નમસ્કાર, આસનો, ભક્તિ ગીત સાથે પ્રાણાયામ, યોગીક જોગિંગ, ગરબા દ્વારા એક્સર્સાઇઝ કરાવવામા આવે છે. આ યોગ શિબિરમાં બંદીવાન કેદીમાં 600 જેટલાને વારાફરતી યોગ કરવામાં આવેછે તેમજ બંદીવાન બેહનો 25ની સંખ્યા તેને પણ યોગ કરવામાં આવેછે ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત આ શિબિરમાં જિલ્લા કોરડીનેટર ચેતના ગજેરા, યોગ કોચ ભગવાનજી ભાઈ ચૌહાણ, જીતેન્દ્રભાઇ ચૌહાણ, યોગ ટ્રેનર ભરતભાઈ કળથીયા અને વર્ષાબેન ઠાકર દ્વારા નિયમિત યોગ કરવામાં આવે છે.
જૂનાગઢ જિલ્લા જેલમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/10/જૂનાગઢ-જિલ્લા-જેલમાં-ગુજરાત-યોગ-બોર્ડ-દ્વારા-યોગ-શીબીરનું-આયોજન.jpg)
Follow US
Find US on Social Medias