RBIની મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “તમામ સંબંધિત પાસાઓ પર વિગતવાર ચર્ચા કર્યા પછી નાણાકીય નીતિ સમિતિએ સર્વસંમતિથી રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.”
આરબીઆઈ ગવર્નરે કહ્યું કે સપ્ટેમ્બર મહિનામાં ફુગાવો ઘટવાની આશા છે. RBI ગવર્નરે કહ્યું છે કે રેપો રેટમાં વધારાની અસર અર્થવ્યવસ્થા પર દેખાઈ રહી છે. આરબીઆઈ ગવર્નરના મતે ઊંચો મોંઘવારી દર અર્થતંત્ર માટે ખતરો છે. ગવર્નરના જણાવ્યા મુજબ, MPCના છમાંથી પાંચ સભ્યો અનુકૂળ વલણ જાળવી રાખવાની તરફેણમાં હતા. MPCના તમામ સભ્યોએ દરો સ્થિર રાખવાની તરફેણમાં સંમતિ દર્શાવી છે.
- Advertisement -
VIDEO | "Macroeconomic stability and inclusive growth are fundamental principles underlying our country's growth," says RBI Governor Shaktikanta Das in the Monetary Policy Committee statement for October 2023. pic.twitter.com/5d3iT2hJlp
— Press Trust of India (@PTI_News) October 6, 2023
- Advertisement -
સેન્ટ્રલ બેંક આરબીઆઈએ મે 2022 થી ફેબ્રુઆરી 2023 વચ્ચે રેપો રેટમાં સતત 6 વખત વધારો કર્યો હતો. મે 2022 માં, તે 4 ટકાથી વધારીને 4.90 ટકા કરવામાં આવ્યો હતો અને હવે તે 6.50 ટકા છે. છેલ્લી વખત ફેબ્રુઆરી 2023માં તેને 6.25 ટકાથી વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો હતો. ત્યારપછી સતત ચોથી વખત તેમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં રેપો રેટ 6.50 ટકા છે જયારે SDF દર 6.25 ટકા છે, MSF દર અને બેંક દર 6.75 ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા અને CRR અને SLR અનુક્રમે 4.50 ટકા અને 18 ટકા છે.
સતત 6 વખત વધારો કર્યા બાદ આજે ચોથી વખત કોઈ વધારો નહીં
સેન્ટ્રલ બેંક આરબીઆઈએ મે 2022 થી ફેબ્રુઆરી 2023 વચ્ચે રેપો રેટમાં સતત 6 વખત વધારો કર્યો હતો. મે 2022 માં, તે 4 ટકાથી વધારીને 4.90 ટકા કરવામાં આવ્યું હતું અને હવે તે 6.50 ટકા છે. છેલ્લી વખત ફેબ્રુઆરી 2023માં તેને 6.25 ટકાથી વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો હતો. ત્યારપછી સતત ચોથી વખત તેમાં કોઈ ફેરફાર થયો નથી. મે 2022 પહેલા વાત કરીએ તો મે 2020માં રેપો રેટ 4.40 ટકાથી ઘટાડીને 4 ટકા કરવામાં આવ્યો હતો.