ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં ચાલી રહેલા મહત્વના 2 ઓવરબ્રિજના કામોમાં નબળી ગુણવત્તાવાળી કામગીરી થઇ રહેલ હોવાની રજૂઆત સોમનાથના ધારાસભ્ય દ્વારા સંબંધિત વિભાગોને કરવામાં આવી હતી.જેના પગલે કોઈ ઉકેલ ન આવતા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ ફરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અગ્ર સચિવ પંકજભાઈ જોશીને રૂબરૂ મળી બ્રિજના કામો અંગે રજૂઆત કરી હતી અને યોગ્ય કરવા રજૂઆત કરી હતી.