રાજકોટ ડિવિઝનની 47 ટ્રેનોની સ્પીડમાં વધારો: 11 ટ્રેનોની સ્પીડ ઘટશે: રાજકોટ-અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેક સાથે ઇલેકટ્રીફિકેશન થતા અમુક ટ્રેનો 1 કલાક 39 મિનિટ વહેલી પહોંચશે
ખાસ-ખબર સંવાદદાતા
પશ્ર્ચિમ રેલવે દ્વારા 1લી ઓકટોબરથી રાજકોટ, અમદાવાદ, ભાવનગર ડિવિઝન માટે ટ્રેનોનું નવું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવતા અનેક ટ્રેનોના નિર્ધારીત સમયમાં ફેરફાર સાથે અમુક ટ્રેનોની સ્પીડમાં વધારો-ઘટાડો કરવામાં આવ્યો છે. નવું ટાઇમ ટેબલ કાલ તા. 1 ઓકટોબરથી જ અમલમાં આવશે. રેલ ઇન્કવાયરી 139 અને વેબસાઇટ પરથી નવા ટાઇમ ટેબલની જાણકારી મળી રહેશે.
રાજકોટ ડિવિઝન: પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 1 ઓક્ટોબર, 2023થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે. આ વખતે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 47 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે અને ઓપરેશનલ કારણોસર 11 ટ્રેનોની સ્પીડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રેનોની સ્પીડ વધવાના પરિણામે પેસેન્જર ટ્રેનોના ઓપરેટિંગ સમયમાં ઘટાડો થયો છે. મુસાફરોને આનો સંપૂર્ણ લાભ મળશે અને તેઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમય બચાવશે. આ સમયગાળા દરમિયાન, રાજકોટ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર 95 ટ્રેનોનો વહેલા કરવામાં આવ્યો છે, જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં 5 મિનિટથી લઈને 1 કલાક 39 મિનિટ સુધી વહેલા પહોંચશે. તેવી જ રીતે, 102 ટ્રેનોના સમય મોડા કરવામાં આવ્યા છે જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતા 5 મિનિટથી લઈને 1 કલાક 14 મિનિટ સુધી મોડી પહોંચશે. ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, ભક્તિનગર, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર અને રાજકોટ ડિવિઝનના અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે જેમાં આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા કે પછી પહોંચશે.
ભાવનગર ડિવિઝન: પશ્ર્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન પર નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે. આ વખતે ભાવનગર ડિવિઝનમાંથી દોડતી 28 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે. ટ્રેનોની સ્પીડ વધવાના પરિણામે યાત્રી ટ્રેનોના ઓપરેટિંગ સમયમાં ઘટાડો થયો છે. યાત્રિયોને આનો સંપૂર્ણ લાભ મળશે અને તેઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમય બચાવશે. ભાવનગર ડિવિઝનમાં 20 ટ્રેનોનો સમય પ્રીપોન કરવામાં આવ્યો છે જેના કારણે ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતાં 5 મિનિટથી 1 કલાક 10 મિનિટ વહેલા પહોંચશે. તેવી જ રીતે, 18 ટ્રેનોના સમય પોસ્ટપોન કરવામાં આવ્યા છે જેના કારણે ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતા 5 મિનિટથી 40 મિનિટ મોડી પહોંચશે.ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ભાવનગર ડિવિઝનની 07 ટ્રેનો તેમના પૂર્વ નિર્ધારિત સમય પહેલા દોડશેે. ટ્રેન નંબર 59204 ભાવનગર-બોટાદ 15 મિનિટ વહેલા એટલે કે 11.00 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 59234 ભાવનગર-સુરેન્દ્રનગર 25 મિનિટ વહેલા એટલે કે 13.40 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 59272 ભાવનગર-સુરેન્દ્રનગર 05 મિનિટ વહેલા એટલે કે 08.20 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 59424 વેરાવળ-રાજકોટ 20 મિનિટ વહેલા એટલે કે 17.00 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 19208 સોમનાથ-પોરબંદર 10 મિનિટ વહેલા એટલે કે 21.05 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 59215 ભાણવડ-પોરબંદર 20 મિનિટ વહેલા એટલે કે 22.35 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 09574 બોટાદ-ગાંધીગ્રામ 15 મિનિટ વહેલા એટલે કે 05.00 વાગ્યે ઉપડશે.
અમદાવાદ ડિવિઝન : પશ્ર્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી ચાલતી ઘણીખરી ટ્રેનોના સમયમાં 01 ઓક્ટોબર 2023 થી પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-શરૂઆતના સ્ટેશનથી સમય કરતાં પહેલાં રવાના થનારી ટ્રેનો 1. ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ અમદાવાદથી 06.00 કલાકને બદલે 05.50 કલાકે રવાના થશે. ટ્રેન નંબર 14312 ભુજ બરેલી એક્સપ્રેસ ભુજથી 15.50 કલાકને બદલે 16.05 કલાકે રવાના થશે.6.ટ્રેન નંબર 14322 ભુજ બરેલી એક્સપ્રેસ ભુજથી 18.05 કલાકને બદલે 18.15 કલાકે રવાના થશે.7.ટ્રેન નંબર 12960 ભુજ બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભુજથી 17.40 કલાકને બદલે 17.50 કલાકે રવાના થશે.8. ટ્રેન નંબર 12966 ભુજ બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભુજથી 17.40 કલાકને બદલે 17.50 કલાકે રવાના થશે. ટ્રેન નંબર 22829 ભુજ શાલીમાર એક્સપ્રેસ ભુજથી 15.05 કલાકને બદલે 15.10 કલાકે રવાના થશે.10. ટ્રેન નંબર 16505 ગાંધીધામ કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસ ગાંધીધામથી 09.10 કલાકને બદલે 09.20 કલાકે રવાના થશે.11. ટ્રેન નંબર 15667 ગાંધીધામ કામાખ્યા એક્સપ્રેસ ગાંધીધામથી 13.15 કલાકને બદલે 14.05 કલાકે રવાના થશે. ડિવિઝન અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર થયો છે. વધુ વિગત માટે રેલવે ઇન્કવાયરી નં. 139 અને વેબસાઇટ વિિંાંત://યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ પર જાણી શકાશે.