-શ્રમદાનની જગ્યાએ માટે પોર્ટલ બહાર પાડયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ 1 ઓક્ટોમ્બરના સવારે 10 વાગ્યે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાનમાં સામેલ થવાની વિનંતી કરી છે. સાથે જ વડાપ્રધાન મોદીએ એક ટ્વિટર પર પોસ્ટ કરતા કહ્યું કે, સ્વચ્છ ભારત એક સામૂહિક જવાબદારી છે એને દરેક પ્રયાસનું મહત્વ છે. જેની સાથે જ કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલએ પણ ખાદ્ય જગત સાથે જોડાયેલા લોકોને પણ આ અભિયાનમાં સામેલ થઇને મહાત્મા ગાંધીને સ્વચ્છાંજલી આપવા માટે શ્રમદાન કરવાની વાત કહી છે. ઉલ્લેખનીય છે કે આ અભિયાન ગાંધી જયેતિની પૂર્વ સંધ્યા પર શરૂ કરવામાં આવશે. રાષ્ટ્રપિતા ગાંધીએ પણ સ્વચ્છતાને ઘણું મહત્વ આપ્યું હતું.
- Advertisement -
વડાપ્રધાન મોદીએ સોશ્યલ મીડિયા મંચ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યુ કે, 1 ઓક્ટોમ્બરના સવારે 10 વાગ્યે અમે એક મહત્વપૂર્ણ સ્વચ્છતાની પહેલ માટે એક સાથે આવે. સ્વચ્છ ભારત એક સામૂહિક જવાબદારી છે અને દરેક પ્રયત્ન મહત્વપૂર્ણ છે. એક સ્વચ્છ ભવિષ્યની શરૂઆત કરવા માટે એક મહાન પ્રયત્નમાં સમેલ થવું જોઇએ.
1st October at 10 AM, we come together for a pivotal cleanliness initiative.
A Swachh Bharat is a shared responsibility, and every effort counts. Join this noble endeavour to usher in a cleaner future. https://t.co/tFvvDwKnzq
- Advertisement -
— Narendra Modi (@narendramodi) September 29, 2023
મહાત્મા ગાંધીને સ્વચ્છાંજલિ આપવા માટે શ્રમદાન કરવું: પિયુષ ગોયલ
જયારે કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલએ જણાવ્યું કે, હું ખાદ્ય જગત સાથે જોડાયેલા બધા આપૂર્તિકર્તાઓ, ઉંચા મૂલ્યની દુકાનો, ગ્રાહકો, અને બધા નાગરિકોને #SwachhBharat ના આ અભિયાનમાં જોડાવા માટે વિનંતી કરી. હવે બધા 1 તારીખના સવારે 10 વાગ્યે સ્વચ્છતા વીકમાં એકસાથે મળીને મહાત્મા ગાંધીને શ્રમદાન અર્પણ કરીએ.
1 अक्टूबर, एक साथ।
मैं खाद्य जगत से जुड़े सभी आपूर्तिकर्ताओं, उचित मूल्य की दुकानों(FPS), उपभोक्ताओं और सभी नागरिकों से #SwachhBharat के इस अभियान से जुड़ने का आह्वान करता हूँ।
हम सभी 1 तारीख को सुबह 10 बजे स्वच्छता पखवाड़े में एकजुट होकर महात्मा गांधी जी को स्वच्छांजलि देने… pic.twitter.com/ZLJ9LvxhUn
— Piyush Goyal (@PiyushGoyal) September 29, 2023
સ્વચ્છતા સેવા અભિયાનમાં 31.78 કરોડ લોકો ભાગ લઇ ચૂક્યા છે
વડાપ્રધાન મોદીએ નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવાની વિનંતી કર્યા પછી જળ અને સ્વચ્છતા મંત્રાલયે 3.50 લાખથી વધારે સ્થળોની જાણકારી બહાર પાડી છે, જેના પર નાગરિકો શ્રમદાન કરી શકે છે. જેમાંથી દરેક સ્થળ ભૂ-નિદશાંકને સ્વચ્છ જ સેવા પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા છે, ઉલ્લેખનીય છે કે, 15 સપ્ટેમ્બર 2023થી ચાલી રહેલા સ્વચ્છતા જ સેવા અભિયાનમાં અત્યાર સુધી લગભગ 31.78 કરોડ લોકો ભાગ લઇ ચૂક્યા છે.