ઉત્તર કોરિયાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે પરમાણુ હથિયારની ઝડપથી વિકસતી નીતિને પોતાના સંવિધાનમાં સમાવેશ કર્યો છે. હવે કાનુન બન્યા પછી ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારના વિકાસમાં તેજી આવી છે. ઉત્તર કોરિયાનો આ નિર્ણય એવા સમય પર આવ્યો છે, જયારે અમેરિકા દ્વારા ઉત્તર કોરિયાને વિનંતી કરી હતી કે, હવે તેઓ આમને-સામને વાતચીત કરશે. હવે વાતચીતના માધ્યમથી ઉત્તર કોરિયાને પરમાણુ હથિયાર કાર્યક્રમ ના ચલાવવા માટે અમેરિકાથી આર્થિક મદદ મળી શકે છે.
કિંગ જોંગ-ઉનએ પોતાના નિવેદમાં કહી આ વાત
ઉત્તર કોરિયાના મુખ્ય નેતા કિમ જોંગ-ઉનએ ઉત્તર કોરિયાઇ સાંસદના સત્ર દરમ્યાન કહ્યું કે, તેઓ અમેરિકા અને તેના સહયોગિયોંએ પ્યોંગયાંગને મળી રહેલા પડકારો અને તેના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાના ઇરાદા હેઠળ આ પગલા ઉઠાવી રહ્યા છે. ઉત્તર કોરિયાઇ તાનાશાહએ કહ્યું કે, ઉત્તર કોરિયાની પરમાણુ બળ તૈયાર કરવાની નીતિને દેશના આધારભૂત કાનુન હેઠળ સ્થાયી બનાવી રહ્યા છે, જેના ઉલ્લંઘન કરવાની કોઇને પણ અનુમતિ નથી. ઉત્તર કોરિયાઇના સરકારી મીડિયાએ જણાવ્યું કે, કિમ જોંગ ઉનએ પરમાણુ હથિયારોને ઉત્પાદનમાં તેજી લાવવા અને પરમાણુ હુમલાની ક્ષમતાઓમાં વિવિધતા લાવવાની સાથે જ તેમણે સેનાની વિભિન્ન સેવાઓ ત્યાર કરવા પર પણ ભાર મૂક્યો છે.
- Advertisement -
રશિયાથી મળી શકે છે મદદ
કિમ જોંગ-ઉન હાલમાં જ રશિયાના પ્રવાસ પરથી પરત ફર્યા છે, જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. રશિયાના પ્રવાસ પર કિમ જોંગ ઉનએ કેટલાય હથિયાર નિર્મિત કંપનીના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. કિમ જોંગ-ઉનએ આ દરમ્યાન અમેરિકાએ ઉત્તર કોરિયા પર આરોપ લગાવ્યો કે, નોર્થ કોરિયા, યૂક્રેન યુદ્ધની વચ્ચે રશિયાએ હથિયારોની સપ્લાઇ કરી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ઉત્તર કોરિયા અને રશિયાની વચ્ચે નાગરિક પરમાણુ કાર્યક્રમની ટેકનીકને ટાન્સફર પર વાતચીત થઇ શકે છે. એવી આશંકા છે કે, ઉત્તર કોરિયા આ ડીલ હેઠળ મળેલા મૈટેરિયલનો ઉપયોગ કરીને પરમાણુ મિસાઇલ કાર્યક્રમને વધારી શકે છે.