ખાસ-ખબર સંવાદદાતા
આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ એક મહત્વપૂર્ણ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા ગત શનિવારના રોજ જે એક પ્રેસ કોન્ફરન્સ યોજી આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ સીવાયએસએસ તૂટવાના તેમજ તેના 90 ટકા હોદ્દેદારો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા તેવા પાયાવિહોણા દાવાઓ અને સમગ્ર ઘટના પાછળનું સત્ય સામે લાવવા તેમજ જે લોકો તે દિવસે કોંગ્રેસમાં જોડાયા હતા, તેમાંથી મોટાભાગનાની આપમાં ઘરવાપસી આપ પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલ અને સીવાયએસએસ પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડાની આગેવાનીમાં પ્રેસ કોન્ફરન્સ યોજી કરવામાં આવી હતી.
આ તકે જણાવવામાં આવ્યું હતું કે, શનિવારના રોજ આપમાંથી હકીકતમાં માત્ર 5-6 વ્યક્તિઓ કે જેની પાસે હાલ કોઇ સંગઠનની જવાબદારી હતી નહીં તેવા લોકો કોંગ્રેસમાં જોડાયા હતા. જ્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા એવા દાવા કરવામાં આવ્યા કે, આપની સમગ્ર ટીમ કોંગ્રેસમાં જોડાઇ ગઇ અને સીવાયએસએસ એટલે કે આપની વિદ્યાર્થી પાંખના રાજકોટ પ્રમુખ અંગત કારણોસર આવી શક્યા નથી, પરંતુ તે પણ કોંગ્રેસમાં જોડાયા, જેવા મનઘડત તેમજ પાયા વિહોણા ખોટા દાવાઓ તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા.
વધુમાં જણાવ્યું કે, જે લીસ્ટ કોંગ્રેસના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું હતું. તે લીસ્ટના મોટા ભાગના નામો ક્યારેય પણ આમ આદમી પાર્ટીમાં હતા જ નહીં અને વિદ્યાર્થી વીંગના જે 5-6 સભ્યો હતા. તે આપમાં જ છે. જેમાં કોંગ્રેસના લીસ્ટ મુજબ પહેલું નામ સીવાયએસએસ રાજકોટ ઉપપ્રમુખ કરણસિંહ ખેરડીયા, મંત્રી આર્યન સાવલીયા, મંત્રી રોનક રાવૈયા, મંત્રી દિવ્યરાજસિંહ ભટ્ટી તેમજ કોલેજ યુનિવર્સિટીના સીવાયએસએસના સભ્યો જે ગેરમાર્ગે દોરાઇ ગયા હતા. તેઓ આજે ફરીથી આપમાં આવી ગયા છે. આ સાથે સીવાયએસએસ પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા અને સીવાયએસએસ રાજકોટ પ્રમુખ પ્રણવ ગઢવીની આગેવાનીમાં અલગ અલગ કોલેજના 35થી વધુ વિદ્યાર્થીઓ આપ પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલ, પ્રદેશ નેતા શિવલાલભાઇ બારસીયા, શહેર પ્રમુખ દિનેશભાઇ જોષી, સેનેટ સભ્ય ડો. પ્રદિપસિંહ ઝાલા, દિગુભા વાઘેલાના હસ્તે ખેસ પહેરી આપમાં જોડાયા છે.
આપની વિદ્યાર્થી પાંખ તૂટવાના કોંગ્રેસના દાવા પાયાવિહોણા
