પૃથ્વી પરનાં જીવો કાર્બનનાં બનેલા છે, જીવનમાં જેટલી વધુ કાર્બનિક વિવિધતા હોય છે તે એટલુ જ ફળે-ફુલે છે: ખગોળવિદ ગેરોનિમો
હાલ તો સોલાર સિસ્ટમ (સુર્ય મંડળ)માં એકમાત્ર પૃથ્વી એવો ગ્રહ છે જયાં જીવ સૃષ્ટિ પાંગરી છે. અન્ય ગ્રહો-ઉપગ્રહોમાં જીવ સૃષ્ટિની સંભાવના વિજ્ઞાન દ્વારા ખોજવામાં આવી રહી છે. દરમ્યાન નાસાનાં જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપના માધ્યમથી ગુરૂગ્રહનો બર્ફીલો ચંદ્ર યુરોપામાં કાર્બન ડાયોકસાઈડ હોવાની જાણકારી મળી છે. યુરોપાનાં પડ પર 16 કિલોમીટર જાડુ બરફનું પડ છે.
- Advertisement -
તેની પર કાર્બન ડાયોકસાઈડનાં ઘેરાને આવતું જતુ જોવામાં આવ્યુ છે. ખગોળ વિદોએ જણાવ્યુ હતું કે યુરોપાનાં બર્ફીલા પડની નીચે સમુદ્ર મોજુદ છે હવે અહીં કાર્બન મળવો અહીં જીવન વિકસાવવાની સંભાવના પેદા કરે છે. નાસાના ગોદાર સ્પેસ ફલાઈ સેન્ટરના વૈજ્ઞાનિક ગેરોનિમો, વિલેનુઈવાએ કહ્યું હતું કે આપવો કાર્બનમાંથી બનેલા જીવન છીએ.જીવનમાં જેટલી વધુ કાર્બનીક વિવિધતા હોય છે તે એટલુ જ ફલે ફુલે છે.
યુરોપાની કાર્બનીક વિષેશતાઓને સમજીને આપણે જાણી શકશુ તે જીવનનાં વિકસવા માટે સાચી જગ્યા છે કે નહિં. અંતરીક્ષ એજન્સીની ટીમ આ શોધ ઈન્ફ્રારેડ ટેકનીકથી કરી છે તેનાં માટે ઈન્ફ્રારેડ સ્પેડકટોગ્રાફ સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો તેમણે જણાવ્યું કે ત્યાં મોજુદ કાર્યક્રમ યુરોપા પર કોઈ ઉલ્કા પીંડ કે અન્ય ખગોળીય ઘટનાના કારણે નહોતો પહોંચી શકયા.
કોઈના કોઈ રૂપે મોજુદ છે જીવન: યુરોપા પર બરફનો એક તૂટેલો ટુકડો પણ મળ્યો છે જે એ બતાવે છે કે બર્ફીલી સપાટી અને તેની નીચે મૌજુદ સાગરની વચ્ચે પદાર્થનું આદાન-પ્રદાન થઈ રહ્યું છે. જયારે ટેકસાસની સાઉથ વેસ્ટ રિસર્ચ ઈન્સ્ટીટયુટનાં જિયોકેમીસ્ટ ડો.ક્રિસ્ટોફર ગ્લેન કહે છે કે કાર્બનનું મળવુ એ બતાવે છે કે યુરોપાનાં બર્ફીલા સમુદ્રમાં જીવન કોઈના કોઈ રૂપે મોજુદ છે.
- Advertisement -