24મીથી જામનગર-અમદાવાદ વચ્ચે ત્રીજી વંદે ભારત ટ્રેન શરૂ થવાની શકયતા
વંદે ભારત ટ્રેન શરૂ થતાં રાજકોટથી અમદાવાદ માત્ર 3થી 4 કલાકમાં પહોંચી શકાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રમાં રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. જામનગરથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થવા જઈ રહી છે. જેનો લાભ રાજકોટને પણ મળશે. આજે હાપા -અમદાવાદ વચ્ચે થશે ટ્રાયલ સફળ થશે તો તારીખ તા. 24મી સપ્ટેમ્બરથી સપ્તાહમાં છ દિવસ હાપા – અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે. જે રાજકોટ જંક્શન પર પણ સ્ટોપ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.
વંદે ભારત એક્સપ્રેસ જામનગરથી સવારે 5:30 વાગે ટ્રેન નીકળી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ થઈને સાબરમતી સવારે 10:10 કલાકે પહોંચશે. આમ હવે જામનગરથી અમદાવાદ 4.30 થી 5.00 કલાકમાં પહોંચી જવાશે અને આ ટ્રેન અમદાવાદના સાબરમતીથી સાંજે છ વાગે નીકળી રાત્રિના 10:30 કલાકે જામનગર પહોંચી જશે. આઠ કોચની વંદે ભારત એક્સપ્રેસ સૌરાષ્ટ્ર વસીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થશે. હાલ ગુજરાતમાં અમદાવાદથી મુંબઈ તેમજ જોધપુર માટે બે વંદે ભારત એક્સપ્રેસ દોડી રહી છે. ત્યારે હવે ગુજરાતને ત્રીજી વંદે ભારત મળશે જે 24 સપ્ટેમ્બરથી અમદાવાદ અને જામનગર વચ્ચે શરૂ કરાય તેવી શક્યતા છે.
અમદાવાદ (સાબરમતી-જેલરોડ) અને જામનગર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરૂ થાય તે પહેલા 20 સપ્ટેમ્બરથી આ ટ્રેનનું ટ્રાયલ શરૂ કરાશે. જયપુરથી વંદે ભારત એક્સપ્રેસનો રેક મંગળવારે મોડી સાંજે અમદાવાદ આવી પહોંચ્યો છે. આ ટ્રેનને 24મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય વંદે ભારતની સાથે ઓનલાઈન પ્રસ્થાન કરાવે તેવી શક્યતા છે.