એશિયા કપમાં ચેમ્પિયન બન્યા બાદ અને આવતા મહિનાથી શરૂ થતા વર્લ્ડકપ પૂર્વે ભારત હવે છેલ્લી આંતરરાષ્ટીય વન-ડે શ્રેણીમાં ઓસ્ટ્રેલીયા સામે ટકરાશે. શુક્રવારથી મોહાલીમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના પ્રથમ જંગ સામે ત્રણ મેચોની શ્રેણીનો પ્રારંભ થશે. વર્લ્ડકપ પૂર્વે સીરીઝ જીતીને મનોબળ મજબુત કરવાના ઇરાદે ભારત ઉતરશે. જોકે મોહાલીમાં કાંગારૂ છેલ્લા 27 વર્ષથી હાર્યા નથી.
5 ઓકટોબરથી ભારતમાં શરૂ થઇ રહેલા વર્લ્ડકપ પૂર્વે બંને ટીમ માટે હવે છેલ્લા ત્રણ મેચ જ બાકી રહ્યા છે. ત્યારબાદ અભ્યાસ મેચ શરૂ થઇ જશે. જોકે મોહાલીમાં રમાનારો પ્રથમ મેચ ભારત માટે સરળ નહીં હોય કારણ કે આ મેદાન પર છેલ્લા 27 વર્ષથી ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી શકયું નથી. 1996માં ભારતે માત્ર એક જ વખત ઓસ્ટ્રેલિયા પર માત્ર પાંચ રનથી જીત મેળવી હતી. ત્યારપછી એક પણ વખત ઓસ્ટ્રેલિયાને હરાવી શકી નથી.
- Advertisement -
ભારત અને ઓસ્ટ્રેલિયા 4 વર્ષ બાદ મોહાલીમાં સામસામે ટકરાશે, બંને ટીમો વચ્ચે મોહાલીમાં આ છઠ્ઠો વન-ડે જંગ હશે. છેલ્લે માર્ચ ર019માં રમાયેલા મેચમાં વિરાટ કોહલી કેપ્ટન હતો, શીખર ધવને 143 રનની જબરદસ્ત ઇનીંગ રમી હોવા છતાં ભારત 4 વિકેટે હારી ગયું હતું.
મોહાલી મેચમાં ભારતના પાંચ ખેલાડીઓને બાદ કરતા બાકીના તમામ પ્રથમ વખત રમશે. કેપ્ટન લોકેશ રાહુલ, આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ અને શ્રેયસ ઐયર અગાઉ આ મેદાન પર રમી ચુકયા છે. આર. અશ્વિન 10 વર્ષ પછી રમશે. છેલ્લે તેણે ર013માં ઓસ્ટ્રેલિયા સામેનો મેચ રમ્યો હતો. મોહાલીમાં ભારત કુલ 16 મેચ રમ્યું છે. તેમાં 10માં જીત મેળવી હતી. ત્યારે 6માં પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયાને લાગેવળગે છે ત્યાં સુધી ભારત સામે અત્યાર સુધી પાંચ મેચ રમ્યો છે. જેમાં 4માં જીત મેળવી છે અને માત્ર એક મેચમાં જીત મેળવી છે.
મોહાલી મેચ રોહિત શર્મા રમવાનો નથી પરંતુ તેના નામે અદભુત રેકોર્ડ છે, 2017માં શ્રીલંકા સામે અણનમ 208 રન બનાવ્યા હતા. આ મેદાન પર કુલ 4 સદી લાગી છે જે તમામ ભારતના નામે છે.
- Advertisement -
મોહાલીમાં ભારતે મેળવેલી એક માત્ર જીત સચિન તેંડુલકરના નેતૃત્વમાં મળી હતી. આ મેચમાં સચિન 62 રન બનાવ્યા હતા હવે કે.એલ.રાહુલ પાસે જીત મેળવવાની તક છે અને તે સંજોગોમાં રાહુલ સચિનની કલબમાં સામેલ થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેના પ્રથમ બે મેચમાં રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્માએ છેલ્લે 2019માં મોહાલીમાં મેચ રમ્યો હતો અને તેમાં તેણે માત્ર 26 રન બનાવ્યા હતા.