ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નેચર ફર્સ્ટ દ્વારા છેલ્લા 95 સપ્તાહથી દર રવિવારે નેચર ફર્સ્ટના માધ્યમથી પ્રકૃતિ નું જતન અંતર્ગત ગિરનાર જંગલના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ નેચર ફર્સ્ટ તથા હ્યુમાનિટી ફર્સ્ટની ટીમ દ્વારા રોપવે સાઈટથી જટાશંકર આસપાસના જંગલ વિસ્તારમાં 95મું પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન યોજવામાં આવ્યું હતું, અને આ પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન દરમિયાન આશરે 55 કિલો જેટલા પ્લાસ્ટિકના જથ્થાનો નાશ કરાયો હતો.તેમજ છેલ્લા 95 સપ્તાહ દરમ્યાન નેચર ફર્સ્ટ દ્વારા ગીરનાર જંગલમાંથી આશરે 15 થી 17 ટન જેટલાં પ્લાસ્ટિકનો નાશ કર્યો છે. તેમજ સાથે સાથે ગીરનાર જંગલ વિસ્તારમાં રજાના સમયે ફરવા જતા લોકો પણ થોડી જાગૃતિ લાવી જંગલ વિસ્તારના જીવનની ચિંતા કરી પ્રકૃતિને નુકસાનકારક પ્લાસ્ટિકનો કચરો ન કરે તેવો અનુરોધ કર્યો હતો.