ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડા પીજીવીસીએલ કચેરીની વિભાજિત થયેલ નવી કચેરી બાબતે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર સહિતના આગેવાનો અને ખેડૂતોએ એક આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં તેઓએ એવી માંગ કરી હતી કે, મેંદરડા તાલુકો મહત્તમ રીતે બગાયતી તથા વન વિસ્તારથી જોડાયેલ છે અને સંપૂર્ણ રીતે ખેતી આધારીત છે. આ તાલુકો ગીર વિસ્તાર સાથે પર્યટન સ્થળ સાથે પણ જોડાયેલ છે. ત્યારે મેંદરડા પીજીવીસીએલ કચેરી ગત 2022 ઓકટોબર મહિનામાં બે વિભાગમાં કચેરીનું વિભાજીત કરેલ. જેમાં તાલાલા તાલુકાનાં નવ ગામોને નવી મંજૂરી થયેલ તેમજ મેંરદરડાની કચેરીમાં સમાવેશ કરી નવી કચેરી કાર્યરત કરવાની મંજૂરી આપી હતી. જે અનુસંધાને નવી મંજૂર થયેલ કચેરીમાં જરૂરી અધિકારી કર્મચારીઓ વાહનો તથા જરૂરી માલસામાન પણ તૂરંત ફાળવી કચેરીનું બિલ્ડીંગ પણ તૈયાર કરવામાં આવેલ હતુ પરંતુ દુ:ખ સાથે જણાવવાનું કે, નવી કચેરી અંદાજીત એક વર્ષ થવા આવેલ છતા તાલાલાની નવ ગામોને મેંદરડા નવી કચેરીમાં સમાવેશ કરવા બાબતે વિચારણા કરવાને બહાને નવી કચેરી કાર્યરત થતી ન હોય જેના કારણે મેંદરડા તાલુકાનાં ગ્રામજનો તથા ખેડૂતો તેના લાભથી વંચીત રહ્યા છે. ત્યારે મેંદરડા પીજીવીસીએલ કચેરીને વિભાજન કરી એકમાંથી બે વિભાગ કાર્યરત કરી મેંદરડા પીજીવીસીએલ કચેરીને તાત્કાલીક અસરથી ચાલુ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.