ખાસ-ખબર સંવાદદાતા
ઉતર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે ગીર-સોમનાથ જિલ્લાનાં પ્રવાસે આવ્યા હતા. શ્રાવણ માસના અંતિમ સોમવારે રાજ્યપાલશ્રીએ સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા હતા. સાથે જ તેઓશ્રીએ સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરી હતી. તેમજ મંદિર પરિસરની મુલાકાતની સાથે-સાથે રાજ્યપાલશ્રીએ સાગર દર્શન પણ કર્યા હતા. રાજ્યપાલશ્રીની સોમનાથ ખાતેની આ મુલાકાત દરમ્યાન વી.આઇ.પી.અતિથિગૃહ ખાતે જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણીયા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લેહરી દ્વારા રાજ્યપાલશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા રાજ્યપાલશ્રીને સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અને પ્રસાદ કીટ ભેટ આપવામાં આવી હતી.
આનંદીબેન પટેલે સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા અને સોમેશ્ર્વર પૂજન કર્યું
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/09/up-rajypal-anadiben-patele-somanath-mahadev-darshn-860x574.jpg)