-પૈસા ભરો અથવા જેલ ભેગા કરી દેશું
દેશની અગ્રણી વિમાની કંપની સ્પાઈસ જેટના ચેરમેન અજયસિંઘને તા.22 સપ્ટેમ્બર સુધીમાં ક્રેડીટ સુઈસનો લોનના હપ્તા પેટે 5 લાખ ડોલર ચુકવવા અથવા જેલમાં જવા તૈયાર રહેવા તાકીદ કરી છે. આજે આ અંગેના કેસની સુનાવણી સમયે સર્વોચ્ચ અદાલતે અત્યંત આકરુ વલણ લીધુ હતું. ક્રેડીટ લુઈસ પાસેથી જે જંગી ધિરાણ લેવાયા છે તેના હપ્તાની રકમ ભરપાઈ કરવામાં સ્પાઈસ જેટ નિષ્ફળ રહી છે.
- Advertisement -
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિક્રમનાથની ખંડપીઠે અગાઉ સર્વોચ્ચ અદાલતમાં અપાવેલી ખાતરી મુજબના નાણા ભરપાઈ કરવામાં જે નિષ્ફળતા મળી તેના પર આકરુ વલણ લીધુ હતું. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે બહું વાયદા થયા હવે તમારે તેનું પાલન કરવું પડશે. હવે જો તા.22 સપ્ટે. સુધીમાં તમો બાકી હપ્તો ચુકવવો નહી તો તિહાર જેલમાં મોકલી આપશું. આ કંપનીએ સ્પાઈસ જેટને 6.5 મીલીયન ડોલરનું ધિરાણ આપ્યુ છે જેમાં તે હપ્તા ભરવામાં નિષ્ફળ રહી છે અને કંપનીએ તે વસુલવા સુપ્રીમમાં કર્યો હતો.