ખાસ-ખબર સંવાદદાતા
નેશનલ સ્કૂલ ગેઇમ્સના નેજા હેઠળ જૂનાગઢ મુકામે જૂનાગઢ જિલ્લા કક્ષાએ અન્ડર-14 (ભાઇઓ)ની સ્પર્ધા તા.11/9/23 સમવારના રોજ યોજાઇ જેમાં શ્રી પટેલ કેળવણી મંડળ, જૂનાગઢ સંચાલિત, આર.એસ.કાલરીયા, પ્રાયમરી સ્કૂલના અંગ્રેજી માઘ્યમનાં વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંક વિજેતા થયેલ. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સી.એ. સવજીભાઇ મેનપરા સહિતના શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ હતા.