-બંન્નેએ તેની કામગીરી પુરી કરી: હવે ચંદ્ર પર રાત્રી શરૂ થતા ઉર્જા નહી મળે: પૃથ્વી પરથી ‘ઉંઘી’ જવા આદેશ અપાશે
ભારતના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3થી અલગ પડીને ચંદ્રની ધરતી પર શોધ અભ્યાસ કરી રહેલા લેન્ડર અને રોવર પ્રજ્ઞાન હવે બહુ ઝડપથી ‘સ્લીપ’ મોડમાં ચાલ્યા જશે. વિક્રમના સોફટ લેન્ડીંગ બાદ જે રીતે રોવર પ્રજ્ઞાન તેનાથી અલગ પડયું છે તે ધીમે ધીમે ચંદ્રની ધરતી પર આગળ વધ્યુ અને હવે લેન્ડરથી 100 મીટર દુર સુધી પહોંચી ગયું છે.
- Advertisement -
હવે ચંદ્ર પર રાત્રીનો સમય શરુ થશે તેથી વિક્રમ રોવર બન્નેને તેની જરૂરી સૂર્ય ઉર્જા મળશે નહી તેથી તેને સ્લીપમોડમાં મુકી દેવાશે. આ પ્રક્રિયા એક-બે દિવસમાં શરૂ થશે. રોવરે તેની તમામ લગભગ ખત્મ કરી છે અને હવે ચંદ્ર પર રાત્રી ચાલુ થશે જે 14 દિવસ ચાલશે અને તે સમય બન્ને સ્લીપ મોડમાં રહેશે.
Chandrayaan-3 Mission:
🏏Pragyan 100*
- Advertisement -
Meanwhile, over the Moon, Pragan Rover has traversed over 100 meters and continuing. pic.twitter.com/J1jR3rP6CZ
— ISRO (@isro) September 2, 2023
એક વખત ફરી ચંદ્ર પર સૂર્યોદય થયા બાદ જે ઉર્જા મળશે તેનાથી બન્નેને ઉંઘમાંથી ઉઠાડવાનો પ્રયાસ કરાશે. જો કે રોવરને તથા લેન્ડરને જે કામ સોંપાયું હતું તે પુરુ કરી લીધુ છે અને એ ફરી તે સક્રીય ના થાય તો પણ મીશન 100% સફળ ગણાશે.