પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલતાનમાં થશે ટક્કર
6 ટીમોની ટુર્નામેન્ટ 19 દિવસ ચાલશે
- Advertisement -
કુલ 13 મેચ ટુર્નામેન્ટની ફાઈનલ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે
ખાસ-ખબર સંવાદદાતા
એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની 16મી એડિશન આજથી શરૂૂ થઈ રહી છે. યજમાન પાકિસ્તાન અને નેપાળ વચ્ચે તેમની પ્રથમ મેચ મુલતાનમાં બપોરે 3:00 વાગ્યે (ભારતીય સમય મુજબ) રમાશે. 6 ટીમોની ટુર્નામેન્ટ 19 દિવસ સુધી ચાલશે. કુલ 13 મેચ રમાશે. ટુર્નામેન્ટની ફાઈનલ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે. 39 વર્ષ પહેલાં 1984માં એશિયા કપ પ્રથમ વખત સંયુક્ત આરબ અમીરાત (ઞઅઊ)માં રમાયો હતો, જેમાં પાકિસ્તાન, શ્રીલંકા અને ભારતે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં હતી. સૌથી વધુ મેચ જીતનારી ટીમ ભારત ચેમ્પિયન બની હતી. એશિયા કપ દર 2 વર્ષમાં એકવાર થાય છે. જોકે કેટલીક વખત વિલંબ પણ થયો છે. આ ટુર્નામેન્ટ 13 વખત વન-ડે અને 2 વખત ઝ20 ફોર્મેટમાં. એટલે કે કુલ 15 વખત રમાઈ છે. આ વખતે તે વન-ડે ફોર્મેટમાં હશે. એશિયા કપ 1991 અને 2007 વચ્ચે આંતર-દેશીય વિવાદો અને રાજકીય કારણોસર માત્ર 4 વખત રમાયો હતો. ટુર્નામેન્ટમાં 6 ટીમ ભાગ લઈ રહી છે. 6 ટીમને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત, પાકિસ્તાન અને નેપાળ ગ્રુપ અમાં છે, જ્યારે બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન ગ્રુપ ઇમાં છે. નેપાળ પ્રથમ વખત ટુર્નામેન્ટ રમી રહ્યું છે. બંને ગ્રુપના પોઈન્ટ ટેબલની ટોચની 2-2 ટીમ સુપર-4 સ્ટેજમાં પહોંચશે. સુપર-4 તબક્કામાં તમામ ટીમો એકબીજા સામે મેચ રમશે. સુપર-4 સ્ટેજના પોઈન્ટ ટેબલમાં ટોચની 2 ટીમ વચ્ચે ફાઈનલ રમાશે. 30 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી ગ્રુપ સ્ટેજની 6 મેચ રમાશે. 6થી 15 સપ્ટેમ્બર દરમિયાન સુપર-4 તબક્કામાં 6 મેચ પણ રમાશે. ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે, એટલે કે 19 દિવસમાં કુલ 13 મેચ રમાશે. પાકિસ્તાન અને શ્રીલંકામાં એશિયા કપની તમામ મેચો રમાશે. પાકિસ્તાનમાં 4 મેચ યોજાવાની છે, જેમાંથી એક મેચ મુલતાનમાં અને ત્રણ મેચ લાહોરમાં રમાશે.
જે ટીમ જીતશે તેને આ ટ્રોફી મળશે
- Advertisement -
ભારતે 7 વખત ખિતાબ જીત્યો
ભારતે 7 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ટીમ 6 વખત વન-ડે અને એકવાર ઝ20 ફોર્મેટમાં વિજયી રહી છે. ભારત બાદ શ્રીલંકા 6 વખત અને પાકિસ્તાન 2 વખત ચેમ્પિયન બન્યું છે. બાંગ્લાદેશની ટીમ 2 વખત ફાઇનલમાં પહોંચી છે, પરંતુ એકપણ ટાઇટલ જીતી શકી નથી. આ સિવાય હજુ સુધી કોઈ ટીમ એશિયા કપની ફાઇનલમાં પહોંચી નથી. શ્રીલંકા ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ટીમે ગયા વર્ષે ઝ20 ફોર્મેટમાં રમાયેલી ટુર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.
2 સપ્ટેમ્બરે ભારત અને પાક.વચ્ચે મેચ
2 સપ્ટેમ્બરે પલ્લેકેલે મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજની મેચ રમાશે. જો બંને ટીમ સુપર-4 સ્ટેજમાં પહોંચે છે, તો 10મી સપ્ટેમ્બરે કોલંબોમાં ફરી ટકરાશે. જો બંને ફાઇનલમાં પણ પહોંચે છે, તો 17 સપ્ટેમ્બરના રોજ એ જ મેદાન પર ફરી એકવાર એકબીજાનો સામનો કરશે, એટલે કે બંને વચ્ચે વધુમાં વધુ 3 મેચ જોઈ શકાશે. ભારત અને પાકિસ્તાનની ટીમો રાજકીય કારણોસર 2012થી દ્વિપક્ષીય શ્રેણી રમી રહી નથી. બંને વચ્ચે છેલ્લી વન-ડે મેચ 2019 વર્લ્ડ કપમાં રમાઈ હતી. એશિયા કપમાં બંને વચ્ચે 13 મેચ રમાઈ છે. ભારતને 7 અને પાકિસ્તાનને 5માં સફળતા મળી હતી, જ્યારે એક મેચ અનિર્ણીત રહી હતી.
ભારતનો વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ ઈજાના કારણે એશિયા કપ 2023ના ગ્રુપ સ્ટેજની મેચોમાં ભાગ લેશે નહીં. ભારતે ગ્રુપ સ્ટેજમાં બે મેચ રમવાની છે. પહેલી મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે અને બીજી 4 સપ્ટેમ્બરે નેપાળ સામે થશે