ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદર વાસીઓએ મીટર ગેજમાંથી બ્રોડગેજ લાઈન રૂપાંતરીત કરવા આંદોલનના મંડાણ સાથે એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ આવેદન પત્ર વિસાવદર રેલવે સ્ટેશન માસ્તરને આપવામાં આવ્યું હતું. આ આવેદન પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે વિસાવદર તાલુકો જુનાગઢ જિલ્લા સૌથી મોટો તાલુકો હોવા છતાં આ શહેરને રેલવે તંત્ર તરફથી વર્ષોથી અન્યાય થઈ રહીયો છે રેલવે તંત્ર પ્રજાને વધુ સુખ સગવડતા આપવાના બદલે જે સુવિધાઓ હતી તે પણ છીનવી રહિયું છે તથા રાજકોટ જતી ટ્રેનોને બંધ કરી દેવામાં આવેલ છે તેમજ બહારથી આવત ા પ્રવસીઓ સૌરાષ્ટ્રના જંગલ જોવાનો લાભ મળતો હોય અને દેશ વિદેશથી અહીં પર્યટકો આવતા હોય ત્યારે આઝાદીના આટલા વર્ષો પછી પણ સુવિધાઓના નામે મીંડું છે ત્યારે વિસાવદર શહેરને જોડતી અમરેલી, દેલવાડા, જૂનાગઢની હયાત મીટરગેજ લાઇનને બોર્ડગેજમાં ફેરવવા માટેની તમામ અડચણો દૂર કરી તાત્કાલિક અસરથી કામ ચાલુ કરવા પ્રજાજનોની માંગણી છે વિસાવદરમાં આ આવેદનપત્ર આપવા માટે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા, ચેમ્બર ઓફ કોમર્શના પ્રમુખ દિલીપ કાનાબાર, લલિત ભટ્ટ, વિસાવદરના એડવોકેટ નયન જોશી,દિનેશ શાહ, સુબોધ સેવક, કોઠયાભાઇ, સુરેશ સાદરાણી, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર કોટીલા, રમણીકભાઈ દુધાત્રા, લાલભાઈ પંડિયા,જિલ્લા પંચાયતના સદસ્ય વીરેન્દ્ર સાવલીયા, તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ રીબડીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અશ્ર્વીન સરધારા, જે.પી.છતાની, ગુણુભાઇ ઠાકર,ગોપાલ વડેરા,અમિત ભટ્ટ, શૈલેષ જોશી, જે.ડી.રીબડીયા સહીત આગેવાનો જોડાયા હતા.
વિસાવદરવાસીઓએ બ્રોડગ્રેજ રેલવે લાઈન મુદ્દે આવેદનપત્ર આપ્યું
