કામોની વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચનો અપાયા
સ્વભંડોળના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી સંતોષ વ્યક્ત કરતા જિલ્લા પંચાયત પ્રમુખ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભૂપત ભાઈ બોદરે એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી સુશાસન થકી વિકાસ કાર્યોના લાભો જન જન સુધી પહોંચાડી જ્યાં માનવી ત્યાં સુવિધાના સુત્રને સાર્થક કરી રહી છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયત પણ કદમથી કદમ મીલાવીને વિકાસ યાત્રામાં યોગદાન આપી રહી છે ત્યારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રાજકોટ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ,સદસ્યો ,અધિકારીઓ અને કર્મચારીઓના ટીમ વર્કના કારણે બજેટમાં મંજૂર કરાયેલી યોજનાઓ અને ફાળવાયેલી રકમ મુજબ સારું કામ થયું છે.
વિભાગો વાઈઝ કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે, વિકાસ શાખાના 971 લાખની ફાળવણી સામે 576.65 લાખના સદસ્યઓ દ્વારા સૂચવેલા કામો વહીવટી તથા તાંત્રિક પ્રક્રિયા હેઠળ છે, આરોગ્ય શાખાના 37 લાખની ફાળવણી સામે 6.84 લાખની ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરી 15 લાખના સાધનોની ખરીદી પ્રક્રિયા આરોગ્ય વિભાગ દ્વારા પ્રક્રિયા હેઠળ છે. બાંધકામ વિભાગના 157 લાખની ફાળવણી સામે 13. 86 લાખના કામો પૂર્ણ થયા છે અને 26.88 લાખના કામો પ્રગતિ હેઠળ છે, સિંચાઈ વિભાગના કુલ 60 લાખની ફાળવણી સામે 45.07 લાખના કામો પ્રગતિ હેઠળ છે, સમાજ કલ્યાણ વિભાગના 55 લાખની ફાળવણી સામે તમામ 55 લાખના સમિતિમાં મંજુર થયેલા કામો વહીવટી પ્રક્રિયા તથા પ્રગતિ હેઠળ છે, પશુપાલન વિભાગના 13.55 લાખની ફાળવણી સામે 9.92 લાખ ના કામો ની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે, આઈસીડીએસ વિભાગના 50 લાખની ફાળવણી સામે 50 લાખના કામો અને ખરીદી આઇસીડીએસ સમિતિમાં મંજૂર થઈ ગયેલ હોઇ કારોબારી સમિતિમાં ઠરાવ થયે ખરીદ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, ખેતીવાડી શાખામાં 10 લાખની ફાળવણી સામે 7 લાખના કામો વહીવટી પ્રક્રિયા હેઠળ છે.
કુલ 13 કરોડની ફાળવણી સામે 8 કરોડના કામો વહીવટી પ્રક્રિયા તથા પ્રગતિ હેઠળ છે બજેટના 60% થી વધુ કામો પ્રથમ 4 માસમાં જ પ્રગતિ હેઠળ છે. તેમ કામગીરી થી સંતોષ વ્યક્ત કરતા ભૂપતભાઈ બોદરે જણાવ્યું હતું.