ચેકિંગ કરતા અધિકારીઓના નામ પૂછ્યા તો કહ્યું અમારે કોઈને નામ આપવાની જરૂર નથી ! અધિકારીઓ બોગસ કે ચેકિંગ જ બોગસ ? વાહન ચાલકોની તપાસ કરવાની માગ
ખાસ-ખબર સંવાદદાતા
યાત્રાધામ વિરપુરના નેશનલ હાઇવે ઉપર આવેલ વચ્છરાજ હોટલ પાસે વિરપુર પોલીસ અને એસટીના અધિકારીઓ નામે ખાનગી ડ્રેસમાં વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. એસટીના મહિલા અધિકારીઓ સીઓ ચેકિંગના નામે ખાનગી વાહનોને રોકીને ડ્રાઇવર પાસે આરસી બૂક અને ડ્રાઇવીંગ લાઈસન્સની માગણી કરીને ચેક કરી રહ્યા હતાં. જ્યારે એસટી અધિકારીઓને આવી ખાનગી વાહનો રોકીને ચેકિંગ કરવાની કોઈ સતા જ હોતી નથી તો આ અધિકારીઓ ક્યાં અધિકાર મુજબ તપાસ કરી રહ્યા છે તે શંકાનો સવાલ છે.
- Advertisement -
સૌથી આશ્ચર્યજનકની વાત તો એ જોવા મળી કે વીરપુર નજીક જે લોકો ચેકિંગ કરતા હતા તેઓ કોઈએ કોઈ ખાસ ડ્રેસ પહેર્યા ન હતા. એક મહિલા અધિકારી પણ સાદા ડ્રેસમાં બધા વાહનોને રોકી રહ્યા હતા. આ બધી વર્તણુક શંકાસ્પદ જણાતા વાહનચાલકોએ સ્થાનિક મીડિયાનો સહારો લીધો હતો ત્યારે મીડિયાના પ્રતિનિધિઓ સ્થળ પર પહોચ્યા ત્યારે ચેકિંગ કરતા કહેવાતા સરકારી સ્ટાફે કોઈ યોગ્ય જવાબો આપ્યો ન હતા. જો ખરેખર સરકારી ચેકિંગ કરવામાં આવતું હોય તો પછી વાત છુપાવવા પાછળ કયો આશય હોય શકે તે રાજ્યના વાહન વ્યાવ્હાર નિગમના મંત્રી તેમજ અધિકારીઓએ તાકીદે તપાસવો જોઈએ તેવું વાહન ચાલકો કહે છે.