દેશવાસીઓની છાતી ગર્વથી ગદગદ થઈ ગઈ, ચંદ્રની સપાટી પર 14 દિવસનું કાર્ય કરશે રોવર
ખાસ-ખબર સંવાદદાતા
જેની દરેક ભારતીય રાહ જોઈ રહ્યા હતા તે વીડિયો ઈસરોએ એક્સ (પૂર્વ ટ્વિટર) પર શેર કર્યો છે. ચંદ્રયાન-3ની દક્ષિણ સપાટી પર સફળતાપૂર્વક વિક્રમ લેન્ડર લેન્ડ થયા પછી 4 કલાક પછી રોવર તેમાંથી બહાર નીકળ્યું હતું. ઈસરોએ હાલ આ વીડિયો શેર કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે વિક્રમ લેન્ડરમાંથી રોવર બહાર નીકળીને ચંદ્રની સપાટી પર ચાલવા લાગ્યું. વીડિયો જોઈને સમગ્ર ભારતીયોને ગૌરવની અનુભુતિ થઈ રહી છે.
- Advertisement -
… … and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar surface. pic.twitter.com/nEU8s1At0W
— ISRO (@isro) August 25, 2023
- Advertisement -
ચંદ્રયાન-3ના સફળતાપૂર્વક લેન્ડિંગ બાદ હવે રોવર મોડ્યૂલ ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલા 14 દિવસનું કાર્ય શરુ કરશે. જેના વિભિન્ન કાર્યોમાં ચંદ્રમાની સપાટી અંગે જાણકારી મેળવવા માટે ત્યાં પ્રયોગ કરવાનું પણ સામેલ છે. વિક્રમ લેન્ડરના ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ પર પોતાનું કામ પુરું કર્યા બાદ હવે રોવર પ્રજ્ઞાન ચંદ્રમાની સપાટી પર અનેક પ્રયોગ કરવા માટે લેન્ડર મોડ્યૂલથી બહાર આવી ગયું છે. ઈસરોના જણાવ્યા મુજબ લેન્ડર અને રોવરમાં પાંચ વૈજ્ઞાનિક પેલોડ છે જેને લેન્ડર મોડ્યૂલની અંદર રાખવામાં આવ્યા છે.
ઈસરોએ કહ્યું કે ચંદ્રમાની સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગ કરવા માટે રોવરની તૈનાતી ચંદ્ર અભિયાનોમાં નવી ઉંચાઈઓને સ્પર્શ કરશે. લેન્ડર અને રોવર બંનેનું જીવનકાળ એક-એક ચંદ્ર દિવસ છે જે પૃથ્વીના 14 દિવસ જેટલું છે. ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની પાસે પોતાનું રોવર તૈનાત કરશે જે ચંદ્રમાની માટી અને પહાડની સંરચના અંગે વધુ જાણકારી મેળવશે. ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર બરપ અને ખનીજોના ભંડારની આશા છે.