70 ડિઝલ સિટી બસોને બંધ કરી દેવાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં આગામી જન્માષ્ટમી સુધીમાં નવી 25 ઈલેક્ટ્રિક બસ દોડતી થઈ જશે. આ સાથે જ દિવાળી સુધીમાં વધુ 75 ઈલેક્ટ્રિક બસો દોડતી થઈ જશે. શહેરમાં સિટી બસ સેવાઓ સંભાળતી રાજપથ કંપનીને વધુ 25 ઈલેટ્રીક બસની ડિલિવરી મળી છે. હાલ રાજકોટ શહેરમાં સિટી બસમાં 70 ડિઝલ બસ દોડી રહી છે તેને બંધ કરીને ઈલેટ્રીક અને ઈગૠ બસ દોડતી કરવાની દિશામાં મહાપાલિકા આગળ વધી રહ્યાનું કમિશનર આનંદ પટેલે કહ્યું હતું. આગામી દિવાળી સુધીમાં વધારાની ઈગૠ બસ ખરીદવાની દિશામાં પણ કાર્યવાહી ચાલી રહી છે. હાલ શહેરમાં ઇછઝજ રૂટ ઉપર 20 ઈલેટ્રીક બસ દોડી રહી છે. 10.7 કિમીના આ ખાસ રૂટ ઉપર દરરોજ 29 હજારથી વધુ મુસાફરો પરિવહન સેવાનો લાભ મેળવી રહ્યા છે. જ્યારે સિટી બસમાં શહેરના 47 રૂટ ઉપર હાલ 70 ડિઝલ બસ અને 27 ઈલેટ્રીક સિટી બસ દોડી રહી છે. સિટી બસની સેવાનો લાભ 31 હજાર આસપાસ મુસાફરો દૈનિક લઈ રહ્યા છે. સિટી બસના જે રૂટમાં ઈલેટ્રીક બસ દોડી રહી છે તેને પણ સારો પ્રતિસાદ મળતા આગામી દિવસોમાં વધુ 25 બસ દોડતી કરવામાં આવનાર છે. ઈલેટ્રીક સિટી બસ વાતાનુકુલ અને આધુનિક સુવિધાયુક્ત હોવાથી તેની મુસાફરી કરનારાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. હાલ શહેરમાં સિટી બસ સેવામાં 70 ડિઝલ બસ, 27 ઈલેટ્રીક બસ અને 20 ઇછઝજ ઇલેટ્રીક બસ દોડી રહી છે.