ચંદ્રયાનના સફળ લેન્ડિંગ માટે સોરઠમાં અનેરો ઉત્સાહ
સોરઠના શિવાલયો સહિત અનેક લોકોની પ્રાર્થના ગિરનાર તપોભૂમિનાં સંતો – મહંતો દ્વારા ચંદ્રયાન લેન્ડિંગ સફળતા શિવ આરાધના
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઇસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન – 3નું મહત્વકાંક્ષી સફળ લેન્ડિંગ આજે સાંજે 6 કલાક આસપાસ થવાનું છે ત્યારે દેશ ભરના ભારતીયોની એ ક્ષણ પર નજર છે અને ભારત ભરમાં પ્રાર્થના અને દુવા થઇ રહી છે આ ક્ષણ માટે સોરઠ પંથકમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પવિત્ર શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં ચંદ્રયાન નું સફળ લેન્ડિંગ માટે ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના કરી રહ્યા છે.
ઇસરોના વૈજ્ઞાનિકોએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે સોરઠ વાસીઓ દ્વારા અભિનંદન વર્ષા સાથે પ્રાથના પણ થઇ રહી છે જૂનાગઢ સંતોની ભૂમિ તરીકે ની ઓળખ ધરાવે છે ત્યારે ગિરનાર તપોભૂમિના સંતો મહંતો એ ઇસરોના વૈજ્ઞાનિકોને આશીર્વાદ આપ્યા હતા અને ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના કરી હતી જેમાં ગિરનાર પર્વત પર બિરાજમાન જગત જનની માં અંબા પાસે અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બાપુએ માતાજી પાસે પ્રાર્થના કરી હતી અને ચંદ્રયાનનું ચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડ થાય અને દેશનું સમગ્ર વિશ્વમાં ડંકો વાગે તેવા આશીર્વાદ ઇસરોના વૈજ્ઞાનિકોને આપ્યા હતા તેની સાથે ભવનાથ તળેટી સ્થિત આવેલ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ પણ જણાવ્યું હતું કે આજની ક્ષણ દેશ માટે ગૌરવની ક્ષણ છે અને દરેક ભારતીય ગૌરવ અનુભવી રહ્યા છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભારત દેશની રાત દિવસ જોયા વગર જે મેહનત કરી રહ્યા છે તેની આ ફળસૃતિ જોવા મળી રહી છે.
દેશના વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રયાન – 3 નું ચંદ્ર પર સફળતા પૂર્વકજે રીતે લેન્ડર થવાનું છે ત્યારે ગિરનારના 33 કરોડ દેવી દેવતા પાસે પ્રાર્થના કરી હતી અને દેશના પ્રધાનમંત્રીએ સમગ્ર વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કરીને દેશ વાસીઓનું મસ્તક ઊંચું કર્યું છે તેબદલ ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી. જૂનાગઢ અને ગીર સોમનાથ સહીત ની શાળા કોલેજ અને ધર્મસ્થાનોમાં ઠેર ઠેર ચંદ્રયાનનું ચંદ્ર પર સફળ લેન્ડિંગ થાય તેના માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક ક્ષણને નજરે નિહાળવા માટે વંથલી રોડ પર આવેલ બ્રહ્માનંદ જિલ્લા લોક વૈજ્ઞાનિક કેન્દ્ર ખાતે સાંજે 5 વાગ્યા થી જીવંત પ્રસારણ પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર સોંરાષ્ટ્રમાં પ્રત્યેક નાગરિક ઉત્સુકતાથી આ ક્ષણની રાહ જોઈને બેઠો છે અને પ્રાર્થના કરી રહ્યો છે.
- Advertisement -
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચંદ્રયાનની સફળતાના વધામણાં માટે અનેરો થનગનાટ
દેવાધી દેવ ભગવાન ભોળાનાથ સોમનાથ મહાદેવ સમુદ્ર તટે બિરાજમાન છે ત્યારે આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચંદ્ર પર ચંદ્રયાન-3નું સફળતા પૂર્વક લેન્ડર થાય તેના માટે વધામણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સાંજે 6 કલાકની એ ક્ષણને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યોછે તેની સાથે વેહલી સવારથી આવતા શિવ ભક્તો સોમનાથ દાદાના દર્શન કરીને ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના કરી રહ્યા છે અને ચંદ્રયાનનું સફળતા પૂર્વક રીતે ચંદ્ર પર લેન્ડ થાય તેના માટે ભાવિકો દ્વારા ખાસ વિશેષ પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે.