બોલીવુડ અભિનેતા પંકજ ત્રિપાઠીના પિતા બનારસ તિવારીનું 98 વર્ષની ઉંમરે અવસાન થયું છે.
વતન બિહારના બેલસેંડ ગામમાં તેઓ રહેતા હતા. આ સમાચાર મળતાની સાથે જ અભિનેતા વતન દોડી ગયો હતો. પરિવારના નજીકના સંબંધીઓની હાજરીમાં અંતિમયાત્રા યોજવામાં આવી હતી. થોડા વખત પુર્વે પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે પિતા પોતાને ડોકટર બનાવવા માંગતા હતા.
- Advertisement -
ગામડામાં લોકો ડોકટર કે એન્જીનીયરને જ ઓળખે છે. ગોપાલગંજનુ મારૂ ગામ એટલુ અંતરિયાળ છે કે ત્યાં સારા રસ્તા પણ નથી. મારા અભિનેતા હોવા વિશે પિતાને ખબર નથી. સિનેમા વિશે પિતાને કાંઈ ખબર નથી. સિને થિયેટર કેવા હોય તે પણ તેઓએ કયારેય જોયા નથી.