પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધી જેલ હવાલે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના માણાવદર કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી ડ્રાઈવર સગીરાની છેડતી કરતા પરિવારે માણાવદર ધારાસભ્યના ડ્રાઈવર પરેશ કાંતિલાલ બકોરી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પરેશ બકોરી ની ધરપક્કડ કરી કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે કરાયો હતો.
- Advertisement -
પોલીસમાંથી મળતી વિગત મુજબ માણાવદરના કોડવાવ ગામે સગીરા પોતાની કેબીનમાં એકલી હતી ત્યારે આરોપી પરેશ બકોરીએ ઠંડા પાણીની બોટલમાંગી અને સગીરા ઉપર પાણી ઉડાડ્યુ હતુ અને હાથ પકડીને બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે છેડતી કરનાર આરોપી આ પહેલા પણ અવાર-નવાર સગીરા સાથે છેડતી કરી હોવાનું સામે આવ્યુ છે. પોલીસે આરોપીને ઝડપી પોકસો કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.