કાળુ નાણુ સંઘરવા માટે કુખ્યાત સ્વિટ્ઝર્લૅન્ડની બેન્ક યુબીએસ અને ક્રેડીટ સુઈર્સ દ્વારા જાહેર ગ્લોબલ વેલ્થ રિપોર્ટ-2023 માં સનસનીખેજ ખુલાસો
દુનિયાભરમાં લોકોની સંપતિમાં 14 વર્ષમાં ઘટાડો થયો છે.એથી ઉલટુ ભારતમાં ધનવાનોની સંપતિમાં વધારો થયો છે. જયાં દુનિયાનાં અનેક ભ્રષ્ટાચારીઓનાં કાળાનાણાં જમા છે તેવી સ્વીટઝલરલેન્ડની બેન્ક યુબીએસ અને ક્રેડીટ સુઈર્સ દ્વારા જાહેર ગ્લોબલ વેલ્થ રીપોર્ટ 2023 માં આ ખુલાસો થયો છે.
- Advertisement -
રિપોર્ટ અનુસાર વર્ષ 2008 બાદ વર્ષ 2022 ના અંતમાં દુનિયાની સંપતિ 2.4 ટકા ઘટીને 454.4 ટ્રીલીયન ડોલર થઈ ગઈ હતી. વયસ્કોની સંપતિમાં ઘટાડાથી કુલ વૈશ્વિક સંપતિમાં 5.8 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2021 ની તુલનામાં વૈશ્વિક સંપતિ 11.3 ટ્રીલીયન ડોલર સુધીની ઘટી છે.
ભારતમાં વયસ્કોની સંપતિ વધી
વર્ષ 2000 બાદ ભારતમાં વયસ્કોની સરેરાશ સંપતીમાં 14.8 ટકાનો વધારો થયો છે. જયારે ચીનમાં એક વયસ્ક વ્યકિત પાસે 2022 ના અંત સુધીમાં સરેરાશ સંપતિ 75731 ડોલર હતી.
દુનિયામાં વયસ્કોની સંપતિ ઘટી
દુનિયાભરમાં વયસ્કોની સરેરાશ સંપતિમાં 3.6 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2022 નાં આખરમાં વયસ્કો પાસે મોજુદ સરેરાશ સંપતિ ઘટીને 84,178 ડોલર થઈ ગઈ હતી. દાવો કરવામાં આવ્યો છે કે એકસચેંજ રેટ 2021 જેવા જ રહેત તો દુનિયાભરની દોલતમાં 3.4 અને વયસ્કોની દોલતમાં 2.2 ટકાનો વધારો થઈ શકતો હોત.
- Advertisement -
મુખ્ય કારણ
અમેરીકી ડોલરનાં ભાવમાં ઘટાડાથી આમ થયુ.વ્યાજ દરોમાં વધારો અને મોંઘવારી પણ નડી. કોરોના મહામારીની પણ અર્થ વ્યવસ્થા પર ખરાબ અસર થઈ.