ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં પોલીસ વિભાગમાં સેવા આપનાર પોલીકર્મીઓનું 15મી ઓગસ્ટના દિવસે સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેરમાં તાજેતરમાં જ ભારે વરસાદ અને પુરની સ્થિતીમાં લોકોના જાનમાલની રક્ષા માટે જીવના જોખમે બચાવ કામગીરી કરવામાં આવેલ અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પોલીસકર્મી રોહીત ધાંધલ સહિતના પોલીસકર્મીઓને સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ હતા.
સ્વતંત્રતા પર્વ નિમિતે પીટીસી પરેડ ગ્રાઉન્ડ ખાતે મંત્રી ભાવનાબેન બાબરીયાની ઉપસ્થિતીમાં જૂનાગઢ જિલ્લા પોલીસની ઉત્તમ કામગીર બદલ સન્માનીત કરવામાં આવ્યા હતા. ત્યારે જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ અભિનંદન સાથે હર્ષની લાગણી અનુભવી હતી.