ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદના કારણે વન્યજીવો પણ જંગલ બાહર આવતા હોવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે જળચળ શાપ અને અજગરો પણ દેખા દેતા હોય છે અને સામન્ય રીતે લોકો ભયભીત બનતા હોય છે આવી જ એક ઘટના જૂનાગઢના પ્લાસ્ટિકના કારખાનામાં બનવા પામી હતી જેમાં એક 6 ફૂટનો અજગર પ્લાસ્ટિકના કારખાનામાં આવી ચડયો હતો અને લોકો ભયભીત થયા હતા આ બાબતની જાણ રેસ્ક્યુઅર કીર્તિ રાજગોર અને ધ્રુવ આહીરને થતા કારખાના પર દોડી ગયા હતા જ્યાં જોતા પરિસ્થતિ ખબર પડી કે પ્લાસ્ટિકની જાળીમાં અજગર ફસાયો છે.
જેને તાત્કાલીક રેસ્ક્યું કરી બહાર કાઢવો અત્યંત જરૂરી જણાય આવતા અજગરનું વનવિભાગ સાથે મળીને રેસ્ક્યું કરી સલામત જગ્યાએ મૂકવામાં આવેલ હતાં. ઘણી વખત લોકો ડરના કારણે શાપ અને અજગર જેવા જનાવર થી તેને મારવાનો પ્રયત્ન કરતા હોય છે જેને બદલે રેસકયુ કરતી ટીમને જાણ કરી સૂર્ષ્ટી પરના આ જીવને પણ જીવવવાનો અધિકાર આપી શકાય તેવું પ્રેરણાદાયક કીર્તિબહેન રાજગોર દ્વારા ઉદાહરણ આજે પૂરું પાડ્યું હતું.