-પિટિશનમાં જ્ઞાનવાપીમાં ASI દ્વારા કરવામાં આવી રહેલા સર્વેની જેમ સ્થળનો સાયન્ટિફિક સર્વે કરવાની માંગ કરવામાં આવી
અયોધ્યા, કાશી બાદ હવે મથુરાની કૃષ્ણ જન્મભૂમિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. પિટિશનમાં જ્ઞાનવાપીમાં ASI દ્વારા કરવામાં આવી રહેલા સર્વેની જેમ સ્થળનો સાયન્ટિફિક સર્વે કરવાની માંગ કરવામાં આવી છે.
- Advertisement -
કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ અરજી મુજબ વિવાદિત જમીનના સંદર્ભમાં અરજદાર અને પ્રતિવાદી નંબર 1 દ્વારા કરવામાં આવેલા દાવાની વિશ્વસનીયતાની ખાતરી કરવા માટે વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવું હિતાવહ છે. આ સર્વે જરૂરી ડેટા પ્રદાન કરશે અને ચોકસાઈ ચકાસશે અને કોઈપણ નિષ્કર્ષ અથવા નિર્ણય માટે વિશ્વસનીય આધાર પૂરો પાડશે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વિવાદિત જમીનના સંદર્ભમાં ધાર્મિક સંદર્ભમાં સ્થળના ધાર્મિક ઇતિહાસ અને મહત્વને સંપૂર્ણ રીતે સમજવા માટે યોગ્ય વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને તેના દ્વારા તેના ભૂતકાળની વ્યાપક તપાસ અને અભ્યાસ જરૂરી છે.
જ્ઞાનવાપીમાં કરવામાં આવી રહ્યો છે સર્વે
ASI ટીમ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ્ઞાનવાપીનો સર્વે કરી રહી છે. 3D મેપિંગ, સ્કેનિંગ, હાઇટેક ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી દ્વારા ‘પુરાવા’ એકત્ર કરવામાં આવી રહ્યા છે. IT કાનપુરના નિષ્ણાતોની ટીમને GPR (ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર) મશીનથી સર્વે માટે બોલાવવામાં આવી છે. આ ટેકનીકથી જમીનની નીચે ખોદકામ કર્યા વગર તપાસ કરવામાં આવશે.
- Advertisement -
જ્ઞાનવાપી સર્વેમાં અત્યાર સુધી શું મળ્યું?
હિંદુ પક્ષ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ASIના સર્વેમાં જ્ઞાનવાપીના ભોંયરામાં મંદિર સંબંધિત કલાકૃતિઓ મળી આવી હતી. દિવાલો પર ત્રિશુલ, કલશ, કમળ અને સ્વસ્તિકના નિશાન જોવા મળ્યા છે. જોકે મુસ્લિમ પક્ષે આ અંગે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે સર્વેને લગતા સમાચાર લીક થવા પર નારાજગી વ્યક્ત કરી છે.