-માર્ચ માસમાં તપાસ શરૂ કરાયા બાદ પણ હજુ ફાઈનલ રિપોર્ટ આપવામાં રેગ્યુલેટરી નિષ્ફળ
દેશનાં ટોચના અદાણી ગ્રુપ સામે અમેરિકી શોર્ટ સેલર હિડનબર્ગે જાહેર કરેલા રિપોર્ટ બાદ એક તબકકા સુધી આ ઉદ્યોગગૃહની મુશ્કેલીઓ ચાલુ રહી હતી પરંતુ ફરી એક વખત આ વિવાદ અદાણી ગ્રુપને ઘેરી વળે તેવા સંકેત છે.
- Advertisement -
હિડનબર્ગ રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટે સિકયોરીટી એકસચેંજ બોર્ડ (સેબી) સમક્ષ માંગેલો રિપોર્ટ આપવા માટે ફરી એક વખત સેબીએ પંદર દિવસનો સમય માંગ્યો છે. આજે સર્વોચ્ચ અદાલત સમક્ષ સેબીએ જણાવ્યું હતું કે, કેટલાક બ્રોકર્સની ભૂમિકા અંગે હજુ તપાસ ચાલુ રહી છે.
ખાસ કરીને હિડનબર્ગ રિપોર્ટના પગલે સુપ્રીમકોર્ટે ગત તા.2 માર્ચના રોજ સેબીને તપાસ કરવા આદેશ આપ્યો હતો જેમાં શેરબજારમાં જે ઈફેકટ થઈ અને અદાણી ગ્રુપની વિદેશી કંપનીઓ સાથેના સંબંધો સહિતના મુદાઓ પર રેગ્યુલેટરી કોઈ નિયમન કરવામાં નિષ્ફળ રહી છે કે કેમ તે અંગે રિપોર્ટ આપવાનો હતો. સેબીએ એક તબકકે છ માસના સમયમાં આ રિપોર્ટ આપવા કહ્યું હતું અને તેમાં 14 ઓગષ્ટે સેબીએ પોતાનો રિપોર્ટ સુપ્રત કરવાનો હતો જેમાં ફરી એક વખત 15 દિવસની મુદત માંગી છે.