– કચ્છ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે મોડી રાતે જ અમિત શાહ ભુજ પહોંચ્યા હતા. જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. 2 દિવસીય ગુજરાતના પ્રવાસ દરમિયાન અમિત શાહ અનેક અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. સાથે જ તેઓ અનેક કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. અમિત શાહના પ્રવાસ દરમિયાન કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષાનું નિરીક્ષણ કરશે. અમિત શાહ ગુજરાતના પ્રવાસની શરૂઆત આજે કોટેશ્વર મહાદેવના દર્શન કરીને કરશે. તેઓ કચ્છના કંડલા અને ગાંધીનગરના સરઢવમાં જાહેરસભાને સંબોધશે.
- Advertisement -
પલારા જેલની લેશે મુલાકાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છમાં દરિયાઈ સુરક્ષા સુદ્રઢ બનાવવાના હેતુસર કોટેશ્વર BSF મરીન યુનિટ માટે રૂપિયા 100 કરોડના ખર્ચે તૈયાર થનાર નવી જેટીનું ખાતમુહૂર્ત કરશે. સાથે જ તેઓ ઇક્કો દ્વારા કંડલામાં નિર્માણધીન નેને પ્લાન્ટને ખુલ્લો મુકશે. જે બાદ ભુજમાં પલારા જેલની મુલાકાત લેશે. આ ઉપરાંત અમિત શાહ ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષાનું નિરીક્ષણ કરશે.
Leaving for Bhuj (Gujarat). Will attend the foundation laying ceremony of the IFFCO Nano DAP (Liquid) Plant at Gandhidham.
Also will attend the foundation laying of the BSF's Mooring Place and the virtual inauguration of various projects at Koteshwar.
- Advertisement -
In the later part of the… https://t.co/lLjxoQotGy
— Amit Shah (@AmitShah) August 11, 2023
વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે
જે બાદ 13 ઓગસ્ટે ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ અને માણસા નગરપાલિકા વિસ્તારમાં જનસુખાકારીના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના હસ્તે કરવામાં આવશે. અમિત શાહના હસ્તે ગુડા વિસ્તારના 85 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે. જેમાં વાવોલ ગામની ટીપી સ્કીમ –13ના પ્લોટ નંબર 319 અને 309 ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ કરવામાં આવેલા EWS –2 પ્રકારના અદ્યતન સુવિધાવાળા રૂપિયા 68 કરોડથી વઘુના ખર્ચે તૈયાર થયેલા 792 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.
અદ્યતન બગીચાનું પણ લોકાર્પણ કરવામાં આવશે
આત્મા ગામડાનો સુવિધા શહેરની તેવા શ્રેષ્ઠ ભાવ સાથે ગ્રામ્ય કક્ષાએ સરકાર કરવાના ઉમદા આશયથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સરઢવ ગામ ખાતે રૂપિયા 85 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા શશીકલા ઉદ્યાન અને રૂપિયા 1 કરોડ 25 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અન્ય અદ્યતન બગીચાનું પણ લોકાર્પણ કરવામાં આવશે. તેની સાથે મોટી આદરજ ગામ ખાતે રૂપિયા 12 કરોડ 34 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ડ્રેનેજ નેટવર્ક, એસ.ટી.પી. તથા પંપીગ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.