રિઝર્વ બેંક દ્વારા આજે યોજાયેલ બેઠકમાં UPI લાઇટ યુઝર્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. UPI લાઇટ ટ્રાન્ઝેક્શન લિમિટ 200 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરવામાં આવી છે.
RBIની મોનેટરી પોલિસી કમિટીની આજે યોજાયેલ બેઠકમાં યુપીઆઈને લગતા મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. એટલે જો તમે UPI યુઝર છો તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. RBIએ UPI Lite પર ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી છે. સાથે જ ટૂંક સમયમાં ઓફલાઈન પેમેન્ટની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.
- Advertisement -
UPI લાઇટ યુઝર્સ માટે ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી
રિઝર્વ બેંક દ્વારા UPI લાઇટ યુઝર્સ માટે ટ્રાન્ઝેક્શન લિમિટ 200 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરવામાં આવી છે. UPI લાઇટ સપ્ટેમ્બર 2022 માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને RBI દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ UPI પેમેન્ટ સિસ્ટમનું સરળ વર્ઝન છે.
Paytm UPI Lite set to get bigger and even better 🤩
Just in from @RBI for UPI Lite!
– Increasing the limit for UPI Lite transactions to ₹500
– Offline payments with Near Field Communication (NFC) technology on UPI Lite
- Advertisement -
Always bringing you the first of every innovation, we…
— Paytm (@Paytm) August 10, 2023
ઑફલાઇન પેમેન્ટની સુવિધા પણ લાવવામાં આવશે
RBI ગવર્નર શક્તિકાંત દાસે UPI પેમેન્ટ્સ વધારવા માટે અનેક પગલાંની જાહેરાત કરી હતી અને એ સાથે જ પોતાના નિવેદનમાં આ અંગેની માહિતી આપી હતી કે RBIએ UPI Lite પર ટ્રાન્ઝેક્શન લિમિટ વધારીને 200 રૂપિયાથી 500 રૂપિયા સુધી કરશે. આ સાથે જ ટૂંક સમયમાં UPI દ્વારા ઑફલાઇન ટ્રાન્જેકશનની સુવિધા પણ લાવવામાં આવશે અને UPI પ્લેટફોર્મ પર વાતચીતની ચુકવણીની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.
RBIએ ત્રીજી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી
RBIની મોનેટરી પોલિસી કમિટીએ સતત ત્રીજી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં RBIનો રેપો રેટ 6.50 ટકા પર રહેશે. અગાઉ RBIએ એપ્રિલ અને જૂનના પોલિસી ચક્રમાં પણ વ્યાજ દરોને વિરામ પર રાખ્યા હતા. રેપો રેટમાં છેલ્લો ફેરફાર ફેબ્રુઆરી 2023માં જોવા મળ્યો હતો. તે સમયે RBIએ 0.25 ટકાનો વધારો કર્યો હતો. RBIએ મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી વ્યાજ દરોમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. જો કે, નિષ્ણાતો કહે છે કે, RBI આ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવાના મૂડમાં નથી. શક્ય છે કે, સેન્ટ્રલ MPC આવતા વર્ષના પહેલા છ મહિનામાં વ્યાજ દરોમાં વધારો કરી શકે.
Post Monetary Policy Press Conference by Shri Shaktikanta Das, RBI Governor- August 10, 2023 https://t.co/a6SE9WdApa
— ReserveBankOfIndia (@RBI) August 10, 2023
RBI માટે સૌથી મોટી સમસ્યા કઈ ?
હકીકતમાં દેશમાં મોંઘવારી RBI માટે સૌથી મોટી સમસ્યા બની રહી છે. ઘણા પોલ્સ અને અંદાજો અનુસાર જુલાઇ મહિનામાં છૂટક ફુગાવો 6.5 ટકાથી 6.70 ટકાની વચ્ચે રહી શકે છે. મે મહિનામાં રિટેલ મોંઘવારી દર 4.25 ટકા હતો અને જૂન મહિનામાં તે વધીને 4.80 ટકા થયો હતો, જે આ વર્ષની સૌથી ઊંચી હોવાનું પણ કહેવાય છે. આવી સ્થિતિમાં RBI આરબીઆઈ સામે સૌથી મોટો પડકાર એ છે કે, આગામી મહિનાઓ માટે RBI દ્વારા કયા પ્રકારના અંદાજિત ફુગાવાના આંકડા રજૂ કરવામાં આવશે. કારણ કે રિઝર્વ બેંક દ્વારા રજૂ કરવામાં આવેલા અગાઉના આંકડા સંપૂર્ણપણે પડી ભાંગ્યા છે.