નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાથી મજબૂત શરૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના મુખ્ય કારોબારી અધિકારી અને પૂૂર્ણકાલિન ડાયરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે અઙજઊણ એ નાણાકી વર્ષ 2024ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન તેનું અત્યાર સુધીનું સૌથી મજબૂત ત્રિમાસિક ઓપરેટિંગ પ્રદર્શન કર્યું હતું, જે અંતર્ગત અત્યાર સુધીના સૌથી વધુ ત્રિમાસિક કાર્ગો વોલ્યુમ અને આવક તેમજ ઊઇઈંઝઉઅ અને સ્થાનિક બજાર હિસ્સામાં લગભગ 200બાતનો ઉત્સાહવર્ધક ઉછાળો આવ્યો હતો.
- Advertisement -
કંપનીની કુલ પોર્ટ ક્ષમતાના 50% ઉપર ચક્રવાત બિપરજોયની લગભગ 6 દિવસ સુધી પ્રતિકૂળ અસર થઈ હોવા છતાં અદાણી પોર્ટસે તેનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. કરણ અદાણીએ ઉમેર્યું હતું કે ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરવાના અમારા સતત પ્રયાસોના પરિણામે સ્થાનિક પોર્ટ બિઝનેસ ઊઇઈંઝઉઅ માર્જિન 72% અને લોજિસ્ટિક્સ બિઝનેસના ઊઇઈંઝઉઅ માર્જિન 28% રહ્યો છે, જે ભારતમાં લિસ્ટેડ પીઅર્સના અહેવાલ માર્જિન કરતા વધારે છે.
અમોએ નવા હસ્તગત કરેલા હાઈફા પોર્ટ અને કરાઈકલ પોર્ટ એ બે બંદરો પર પણ હવે કાર્ગો પરિવહનનો આંક 1 મિલિયન મેટ્રિક ટનના આંકને આંબી ગયો છે. ક્વાર્ટર દરમિયાન અમારા કાર્ગોના વોલ્યુમે 100 મિલિયન મેટ્રિક ટનના આંકને વટાવતા અમારા ઉત્સાહમાં વધારો થયો છે. અમે નાણાકીય વર્ષ-24માં 370-390 મિલિયન મેટ્રિક ટનના લક્ષ્યને હાંસલ કરવાના માર્ગ ઉપર સારી રીતે સજ્જ છીએ.
નાણાકીય વર્ષ-24 માટે માર્ગદર્શનને જોવામાં આવે તો 370-390 મિલિયન મેટ્રિક ટન કાર્ગો સુધીનું વોલ્યુમ અપેક્ષિત છે. પરિણામે રૂપિયા 24,000-25,000 કરોડની આવક અને રૂપિયા 14,500-15,000 કરોડની ઊઇઈંઝઉઅ અને વર્ષ દરમિયાન કુલ મૂડીરોકાણ રૂપિયા 4,000-4,500 કરોડ રહેવાની ધારણા છે.