વિશ્વ સિંહ દિવસની અનોખી રીતે કરાશે ઉજવણી
સાસણ ગીર ખાતે મુખ્યમંત્રી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી જોડાશે: જૂનાગઢ સહીત 8 જિલ્લામાં થશે ભવ્ય ઉજવણી
- Advertisement -
સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને જોડાવા અપીલ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરના સિંહોની ડણક વિશ્વ ભરમાં સંભળાય છે એવા ગીરની શાન સમા સિંહોનો 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે જે બાબતે વન્ય પ્રાણી અધિકારી આરાધના સાહૂ એ ખાસ ખબર સાથેની વાતચીત કરતા જણવ્યું હતું કે જૂનાગઢ સહીત 8 જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં 10 ઓગસ્ટના રોજ સાસણ ગીર ખાતે સિંહના મૂખોટા પહેરેલ વિદ્યાર્થીની રેલી યોજાશે અને ત્યાર બાદ સિંહ સદનમાં આવેલ હોલમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જે સેમિનારમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભા પટેલ વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી વિશ્ર્વ સિંહ દિવસની શુભ કામના અને ગીરના સિંહોનું સંવર્ધન અને સંરક્ષણ મુદ્દે સંદેશો અપાશે.
વધુમાં જણાવતા કહ્યું હતું કે સાસણ ગીર ખાતે તો ભવ્ય ઉજવણી થશે તેની સાથે જૂનાગઢ,ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર ,રાજકોટ,સુરેન્દ્રનગર,બોટાદ તેમજ આ વર્ષે પોરબંદરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આમ કુલ 8 જિલ્લાની શાળામાં વિશ્વ સિંહ દિવસ માનવામાં આવશે જેમાં વિદ્યાર્થી ભાઈ બેહનો દ્વારા રેલી સહીત સિંહોના સંરક્ષણ મુદ્દે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે અને સિંહો પ્રત્યેની જાગૃતિ વિષે સમજણ આપવામાં આવશે. રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જેમાં સોશ્યલ મીડિયાનાને પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. લોકો સોશ્યલ મીડિયાની વિવિધ એપ્લિકેશનમાં સિંહોના ફોટા તેમજ વિડિઓની કલીપ મૂકીને 10 ઓગસ્ટ ઠજ્ઞહિમહશજ્ઞક્ષમફુ 2023 કરીને ટેગ સાથે જોડાશે આમ ડીઝીટલ પ્લેટફોર્મના માધ્યમથી પણ લોકો જોડાશે તેમ સીસીએફ આરાધના સાહૂએ જણાવ્યું હતું.
- Advertisement -
વિશ્વ સિંહ દિવસ ડિજિટલ માઘ્યમથી કેવી રીતે જોડાશો
સૌ પ્રથમ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે એશિયાટીક લાયન લેન્ડસ્કેપની નજીકમાં આવેલ સ્કૂલ અથવા કોલેજ સાથે જોડાઇ જાઓ, ત્યાર બાદ એશિયાટીક લાયન લેન્ડસ્કેપ તરફ જવા માટે તૈયાર થઇ રહેલ રેલીનો ભાગ બની જાઓ. આ સિવાય તમે એશિયાટીક લાયન વિષે ફોટ, વિડીઓ અથવા કોઇ ટેકસ્ટ મેસેજ અલગ અલગ સોશિયલ મિડીયા પર ઠજ્ઞહિમહશજ્ઞક્ષમફુ2023 લખીને પોસ્ટ પણ શેર કરી શકો છો અને વિશ્વ સિંહ દિવસ નિમિતે લોકોને જાગૃત કરવા માટેના મેસેજ પણ શેર અથવા સેન્ડ કરી શકો છો. આ સિવાય તમે એશિયાટીક લાયન વિષે બ્લોગ અથવા આર્ટીકલ લખી અને શેર કરી શકો છો. એક જાગૃત નાગરિક તરીકે તમે સિંહો અને વન્યજીવો વિષે લોકજાગૃતિ માટે એક ઇવેન્ટ પણ કરી શકો છો. જે રીતે આજના સમયમાં ડીઝીટલ પ્લેટફોર્મ દ્વારા લોકોમાં ખુબ ઉત્સાહ છે ત્યારે વન વિભાગ પણ ડીઝીટલ પ્લેટ ફોર્મના માઘ્યમથી 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની અનોખી રીતે ઉજવણી કરશે.