-ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ફિફટી-સૌથી વધુ રન બનાવનારી બેટર બની: જો કે શાનદાર ઈનિંગ છતાં સ્મૃતિની ટીમ ચાર રને હારી
ઈંગ્લેન્ડની ક્રિકેટ લીગ ધ હન્ડ્રેડમાં ભારતીય મહિલા ટીમની ઓપનિંગ બેટર સ્મૃતિ મંધાના કમાલ કરી રહી છે. સદર્ન બ્રેવ વતી રમી રહેલી સ્મૃતિએ વેલ્શ ફાયર વિરુદ્ધ 42 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 70 રન ફટકાર્યા હતા. આ પહેલાં ટૂર્નામેન્ટના પ્રથમ મેચમાં પણ સ્મૃતિએ ફિફટી બનાવી હતી.
- Advertisement -
સ્મૃતિ મંધાના ધ હન્ડ્રેડની મહિલા લીગમાં સૌથી વધુ ફિફટી બનાવનારી બેટર બની ગઈ છે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આ તેની પાંચમી ફિફટી છે. આ મુકાબલા પહેલાં સ્મૃતિ ભારતની જ જેમિમા રોડ્રિગ્સની જેમ ચાર ફિફટી બનાવી ચૂકી હતી પરંતુ હવે જેમિમા પાછળ છૂટી ગઈ છે. ઈંગ્લેન્ડની મહિલાટીમની વિસ્ફોટક બેટર ડેયિમ વ્યાટના નામે પણ ધ હન્ડ્રેડમાં ચાર ફિફટી છે.
પાંચ ફિફટી સાથે જ સ્મૃતિ ધ હન્ડ્રેડમાં 500 રન બનાવનારી પહેલી મહિલા ક્રિકેટર પણ બની છે. 2022 સીઝનમાંતે સદર્ન બ્રેવ માટે સૌથી વધુ 211 રન બનાવનારી બેટર પણ હતી. 2021 સીઝનમાં તેણે 167 રન બનાવ્યા હતા. આ વખતે બે જ મેચમાં સ્મૃતિના 125 રન થઈ ચૂક્યા છે.
સ્મૃતિની 70 રનની ઈનિંગ છતાં પણ તેની ટીમને વેલ્શ ફાયર વિરુદ્ધ હાર મળી છે. પહેલાં બેટિંગ કરતાં 100 બોલના આ મુકાબલામાં વેલ્શે ત્રણ વિકેે 165 રન બનાવ્યા હતા. ઓપનર હેલી મેથ્યુઝે 65 રનની ઈનિંગ રમી હતી. જવાબમાં બ્રેવની શરૂઆત દમદાર રહી હતી.
- Advertisement -
પહેલી વિકેટ માટે સ્મૃતિ અને વ્યાટે માત્ર 58 બોલમાં 96 રન બનાવ્યા હતા પરંતુ વ્યાટના આઉટ થયા બાદ કોઈ પણ બેટરે સ્મૃતિનો સાથ આપ્યો ન્હોતો. સ્મૃતિ અંત સુધી અણનમ રહી પરંતુ તેની ટીમ ચાર રને મુકાબલો હારી ગઈ હતી.