દસ સપ્તાહમાં 6000pints એટલે કે આશરે 2840 લિટર કરતાં વધુ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક
આટલા રક્તથી 18,000 જેટલા લોકોના જીવનને પ્રભાવિત કરવાની અને બચાવવાની ક્ષમતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને રોબિન્સવિલ, ન્યૂ જર્સીના મેયર ડેવિડ ફ્રાઈડની ઉપસ્થિતિમાં જુલાઇ 16, 2023 ના દિને રોબિન્સવિલમાં ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ એટલે કે પ્રેરણાના મહોત્સવનો આરંભ થયો હતો. આ મહોત્સવ અંતર્ગત, ઇઅઙજ ચેરિટીઝ દ્વારા સ્થાનિક હોસ્પિટલો અને સંસ્થાઓના સહયોગથી, ન્યૂજર્સીના રોબિન્સવિલમાં ઇઅઙજ સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે રક્તદાન અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અભૂતપૂર્વ રકતદાન યજ્ઞ દસ સપ્તાહ સુધી ચાલશે, અને ન્યૂજર્સી રાજ્યમાં અત્યાર સુધી યોજાયેલા વિરાટ રકતદાન અભિયાનોમાંનું એક બની રહેશે. 6,000 પિન્ટ્સ એટલે કે આશરે 2840 લિટર જેટલું રક્ત એકત્ર કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક સાથે, આ અભિયાનમાં 18,000 જેટલા લોકોના જીવનને બચાવવાની ક્ષમતા છે.
આ રકતદાન યજ્ઞમાં સ્થાનિક રોબિન્સવિલ કોમ્યુનિટી અને સમગ્ર ઉત્તર અમેરિકામાં રહેતા લોકોને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે. યુએસએ ઉપરાંત કેનેડામાંથી પણ હજારો દાતાઓ આ અભિયાનમાં જોડાશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ રીતે એકત્ર કરાયેલા રક્તને સ્થાનિક હોસ્પિટલો અને સંસ્થાઓમાં પહોંચાડાશે.
રોબિન્સવિલેના મેયર ડેવ ફ્રાઈડ દ્વારા કાઉન્સિલ પ્રેસિડેન્ટ ડેબોરાહ બ્લેકલી અને કાઉન્સિલવૂમન ક્રિસ્ટીન સિઆસિઓ સાથે, બ્લડ ડ્રાઈવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે મેયર ફ્રાઈડની સ્થાનિક સમુદાય પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેઓએ આ અગાઉ તેમની “પે ઇટ ફોરવર્ડ” પહેલ માટે રૂરિયાતમંદ લોકો માટે 4,50,000 થી વધુ એકત્ર કર્યા છે અને અવરોધ-મુક્ત આવાસ માટેની હિમાયત કરેલી છે. તેમણે અક્ષરધામ દ્વારા આયોજિત આ રકતદાન અભિયાનને સ્થાનિક સમુદાય પ્રત્યે સેવાની એક ઉત્તમ તક તરીકે ઝડપી લેવા સૌને જણાવ્યું હતું. ઇઅઙજ ચેરિટીઝ 2006 થી એકલા યુ.એસ.માં લગભગ 500 જેટલાં રકતદાન અભિયાન કરી ચૂક્યું છે. આ પ્રકારના અભૂતપૂર્વ પ્રયાસો દ્વારા આશરે 56,000 અમેરિકન જિંદગીઓને નવજીવન આપી શકાયું છે. રાષ્ટ્રીય સ્તરે આરોગ્ય સેવાઓમાં ઇઅઙજ ચેરિટીઝ નિરંતર પ્રતિબદ્ધ છે.