ગાયના શુદ્ધ ઘીમાંથી વેજીટેબલ ફેટ મળતા સબસ્ટાન્ડર્ડ જાહેર : 5 પેઢીઓને 5.75 લાખનો દંડ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ 5 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર સમક્ષ કેસ ચાલી જતાં કુલ 5,75,000/-દંડનો હુકમ કર્યો છે.
- Advertisement -
’ભગવતી આઇસ્ક્રીમ એજન્સી’, ગોકુલનગર મેઇન રોડ, શેરી નં. 3, વિજય હોટલ વાળી શેરી, રાજકોટ મુકામેથી અજંટા અમેરીકન ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમમાં ફેટનું પ્રમાણનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયો, નમુનો આપનાર પેઢીના માલિક -ધવલકુમાર ચંદુભાઈ ખાખરીયા, (2)ઉત્પાદક પેઢીના નોમિની -પ્રકાશભાઈ અરવિંદભાઇ ગોહેલ તથા (3)ઉત્પાદક પેઢી -અજંતા આઇસ્ક્રીમ પ્રા.લી. ને મળી કુલ રૂ.2,00,000/- (અંકે રૂપિયા બે લાખ) નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.
જ્યારે ’ભગવતી સેલ્સ એજન્સી’, સહકાર સોસા. મેઇન રોડ, શેરી નં. 2 નો ખૂણો, રાજકોટ મુકામેથી શ્રી કુંજ ગાયના ઘીમાં વેજીટેબલ ફેટનું પ્રમાણ મળતા .1,75,000નો દંડ જ્યારે ’કૃષ્ણવિજય ડેરી ફાર્મ’, કેવડાવાડી મેઇન રોડ, ગરબી ચોક, રાજકોટ મુકામેથી ’ગાયનું ઘી (લૂઝ)’ નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં રિચર્ટ મેસેલ વેલ્યૂ ધારા ધોરણ કરતાં ઓછી તથા હળદરની હાજરી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયો જે અંગે પોપટભાઈ પ્રેમજીભાઇ અકબરીને મળી કુલ રૂ.1,00,000/- (અંકે રૂપિયા એક લાખ) નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.