બહુચર્ચિત ફિલ્મ ગદર 2નું ટ્રેલર મુંબઈમાં રિલિઝ થયું છે, ગદર-2ની આખી ટીમ તેમાં હાજર રહી હતી.
ચાહકો જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં હતા તે ગદર 2 ફિલ્મનું ટ્રેલર બહાર આવી ગયું છે. આ લવ એક્શન ડ્રામા ફિલ્મના ટ્રેલરમાં સની દેઓલે ફરી એકવાર તારા સિંહ બનીને ધમાલ મચાવી છે. તારા સિંહે બોલેલા દરેક ડાયલોગ લોકોને પસંદ આવી રહ્યા છે. તારા સિંહ જ નહીં તારા સિંહના પુત્ર જીતેના ડાયલોગ્સે પણ લોકોનું દિલ જીતી લીધું છે. અનિલ શર્માની આગેવાનીમાં બનેલી દેશની સૌથી વધુ ચર્ચિત ફિલ્મનું ટ્રેલર મુંબઈમાં એક ઈવેન્ટમાં લોન્ચ થયું છે. લોન્ચ કાર્યક્રમમાં ગદર-2ની આખી ટીમ હાજર રહી હતી.
- Advertisement -
ગદરના ટ્રેલરમાં કેટલાક ડાયલોગ્સ
તારા સિંહઃ તુસ્સી તારા સિંહને નથી ઓળખતો… દુશ્મનોને પૂછો કે તારાસિંહ કોણ છે?
તારા સિંહઃ જો અહીંના લોકોને ફરી મોકો ન મળે તો… ભારતમાં રહેવાનો તો અડધાથી વધુ પાકિસ્તાન ખાલી થઈ જશે.
તારા સિંહ: તમે કટોરો લઈને ફરશો તો પણ ભીખ નહીં મળે
જીતે (તારાસિંહનો પુત્ર)- જો મારા પાપા અહીંયા આવ્યાં ને તો તારા એટલા ચીંથડા ઉડાવશે કે આખું પાકિસ્તાન આવે તો પણ ગણી નહીં શકે.
શું છે ટ્રેલરમાં
તારા સિંહ ખુશીથી પોતાના પરિવાર સાથે પોતાનું જીવન વિતાવી રહ્યો હોય છે પરંતુ ત્યાર બાદ 1971માં તારા સિંહના પુત્ર જીતેને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેને પાકિસ્તાનમાં ટોર્ચર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તારા સિંહ પોતાના પુત્રને બચાવવા આવે છે. તે લોકોને તેની કિંમતની પાકિસ્તાનની યાદ અપાવે છે અને બધાની વિરુદ્ધ જાય છે અને તેના પુત્ર જીતની રક્ષા કરે છે.
- Advertisement -
11 ઓગસ્ટે રિલિઝ થશે ફિલ્મ
ગદર 2 ફિલ્મ 11 ઓગસ્ટે રિલિઝ થવાની છે. ચાહકો ખૂબ આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે.
શું છે ગદર 2ની કહાની
પહેલા પાર્ટમાં સની પત્ની અમીષા પટેલને બચાવવા માટે પાકિસ્તાન જાય છે પરંતુ ગદર 2માં તે પોતાના પુત્ર ચરણજીત એટલે કે જીતે (ઉત્કર્ષ શર્મા)ને બચાવવા માટે સરહદ પાર કરી જાય છે. ગદર-1માં તારાસિંહ બનેલા સની દેઓલ હેડ પંપ ઉખાડી નાખ્યો હતો પરંતુ ગદર2માં તારાસિંહ હથોડો ચલાવીને અને વ્હીલ ફેરવતો જોવા મળ્યો હતો. ઉત્કર્ષ આ વખતે સૈનિક તરીકે જોવા મળશે. ગદરના પહેલા ભાગમાં નાનો દેખાતો ઉત્કર્ષ હવે ખરેખર મોટો થઇ ગયો છે. લાગણીઓથી ભરપૂર આ ફિલ્મનું ટ્રેલર સૌના દિલને સ્પર્શી ગયું છે. ફેન્સ ટ્રેલરને જોરદાર રિસ્પોન્સ આપી રહ્યા છે, ફિલ્મને થિયેટરમાં કેટલો રિસ્પોન્સ મળે છે તે જોવું રસપ્રદ રહેશે.