હુમલો કરીને તેના પ્રોપેલરને નુકસાન કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકા અને રશિયા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી તણાવ ચાલી રહ્યો છે ત્યારે એક રશિયન ફાઈટર જેટ ખતરનાક રીતે સીરીયા પર અમેરિકન ડ્રોનની ખુબ જ નજીક ઉડ્યું અને તેના પર હુમલો કરીને તેના પ્રોપેલરને નુકસાન કર્યું હતું. આ વાતની જાણકારી યુએસ સેના દ્વારા જણાવવામાં આવી હતી.
- Advertisement -
સયુંક્ત રાજ્ય અમેરિકાએ આ ઘટનાને લઈને ફરી એકવાર રશિયા પર આકાશમાં બિનવ્યાવસાયિક વર્તનનો આરોપ લગાવ્યો છે. વાયુસેનાના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ એલેક્સ ગ્રિન્કેવિચે જણાવ્યું હતું કે એક રશિયન ફાઇટર જેટે યુએસ ખચ-9 ડ્રોનની નજીક ખતરનાક રીતે ઉડાન ભરી હતી અને પરેશાન કર્યું હતું તેમજ જેટમાંથી ફ્લેયર્સ ઉડાવવામાં આવ્યું હતું. આ દરમિયાન એરક્રાફ્ટ અને ડ્રોન વચ્ચે માત્ર અમુક મીટરનું જ અંતર હતું. રશિયન જેટમાંથી ફ્લેયર્સ ઉડાવતા યુએસ ખચ-9ના પ્રોપેલરને ગંભીર રીતે નુકસાન થયું. જો કે, ખચ-9ના ક્રૂએ હિંમતભેર ફ્લાઇટ ચાલુ રાખી અને સલામત રીતે તેમના ઘરેલું બેઈઝ પર રિટર્ન ફર્યા હતા.
યુએસ દ્વારા રશિયન ફાઇટરની ટીકા
યુએસ એરફોર્સના વડાએ રશિયન ફાઇટરની ટીકા કરી આરોપ લગાવ્યો કે તે ઈંજઈંજને હરાવવાના મિશનમાં અવરોધ ઉભો કરે છે. ગ્રિન્કેવિચે કહ્યું કે અમે સીરિયામાં રશિયન સેનાને અપીલ કરીએ છીએ કે તેઓ આવા અવિચારી, ઉશ્ર્કેરણી વિનાનું અને બિનવ્યાવસાયિક વર્તન બંધ કરવાની અપીલ કરી હતી.
આ અગાઉ માર્ચમાં હુમલો કર્યો
આ પહેલીવાર નથી કે જ્યારે રશિયન ફાઈટર પ્લેન અને અમેરિકન પ્લેન વચ્ચે અથડામણ થઈ હોય. આ પહેલા પણ માર્ચમાં કાળા સમુદ્ર પર એક ઘટના બની હતી. એક રશિયન જી-27 ફાઇટર જેટે સમાન પ્રકારના અમેરિકન ડ્રોન પર હુમલો કર્યો, તેના પ્રોપેલરને નુકસાન પહોંચાડ્યું અને તે પાણીમાં તૂટી ગયું હતું.