ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આગામી તા.29 જુલાઈ મુસ્લીમ બીરાદરોનાં મહોર્રમ (તાજીયા)નો તહેવાર આવતો હોય તાજીયાનાં સરઘસ દરમ્યાન મોટી સંખ્યામાં મુસ્લીમ બીરાદરો ઉપસ્થિત રહેવાની સંભાવનાને ધ્યાને લઇને કાયદો અને વ્યવસ્થા જાળવવા, ટ્રાફીકમાં કોઇ અવ્યવસ્થા ઉભી ના થાય તથા સુલેહ અને શાંતી જાળવાઇ તે સારૂ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.જી.પટેલ એ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ગિરનાર દરવાજા અને જવાહર રોડ તરફથી આવે તે સેજની ટાંકી થી દિવાનચોક તરફનો પ્રવેશ બંધ, જગમાલ ચોક થી દિવાન ચોક તરફ વાહનોની પ્રવેશબંધી, સુખનાથ ચોકથી સંઘાડીયા બજાર તરફ આવતા વાહનોની પ્રવેશ બંધી, જગમાલ ચોક થી માંડવીચોક તરફ આવતા વાહનોની પ્રવેશબંધી, છાયા બજારથી દીવાન ચોક તરફ આવતા વાહનોની પ્રવેશ બંધી, માલીવાડાથી દિવાનચોક તરફ આવતા વાહનોની પ્રવેશ બંધી, તથા દાણાપિઠ થી સર્કલ ચોક તરફ આવતા વાહનોની પ્રવેશબંધી, ચિતાખાના ચોક થી ઢાલ રોડ તરફ આવવા માટે વાહનોની પ્રવેશબંધી તા. 28-7-2023 નાં કલાક 16-00 થી તા. 30-7-2023નાં 7-00 કલાક સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે. આ જાહેરનામાનાં કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તી મુંબઇ પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 માં જણાવેલ શીક્ષાને પાત્ર ઠરશે.