-પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બની બ્રિજને પહેરાવેલી વીંટી!
પેરિસમાં હાલનાં દિવસોમાં નુઈસ બ્લેન્ચ ફેસ્ટીવલ ચાલી રહ્યો છે તેમાં કલાકાર અનેક કલાકૃતિઓનું પ્રદર્શન કરી રહ્યા છે.અહીં લિયોપ્રોલ્ડ સેનઘોર ઓવરબ્રિજને વીંટીના આકારમાં બનેલ કલાકૃતિથી સજાવવામાં આવ્યો છે. અહી આવતા પર્યટકો માટે તે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તેનું રીંગ ડીલકસ નામ રાખવામાં આવ્યું છે.
- Advertisement -
રાત્રે રોશનીથી ઝગમગ થાય છે
ફૂટ ઓવરબ્રિજની ચારે બાજુ રિંગ યુકત સ્થાપનાનું આ સ્થાન શહેરનાં બે તટોને જોડે છે. રાત્રે આ રિંગ ડિલકસ રોશનીથી ઝગમગી ઉઠયુ છે. આ બ્રિજ પર આવતા લોકો રીંગ જોઈને આનંદીત થઈ ઉઠે છે. આ ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ 1997 અને 1999 દરમ્યાન થયુ હતું અને 2006 માં સેનેગલના પ્રથમ રાષ્ટ્રપતિનું નામ બ્રિજને અપાયું હતું.
રિંગ બનાવવામાં વાસ્તુકારને 6 મહિના લાગ્યા
વાસ્તુકાર માર્ક મિમરામે આ વીંટી આકારની કલાકૃતિનું નિર્માણ કર્યુ છે. આ વીંટીને બનાવવામાં 6 મહિના લાગ્યા હતા. તેના નિર્માણમાં પાંચથી સાત કરોડ રૂપિયાનો, ખર્ચ થયો છે.