પહેલી ઈનિંગમાં ઑસ્ટ્રેલિયાએ 317 રન બનાવ્યા જેના જવાબમાં 529 રન બનાવી ઈંગ્લેન્ડ મેળવી 275 રનની લીડ
વૉર્નર, સ્મિથ, ખ્વાજા, હેડ આઉટ: વૂડે ટેસ્ટમાં વિકેટની સદી પૂર્ણ કરી: ઑસ્ટ્રેલિયા હજુ 162 રન પાછળ
- Advertisement -
ઈંગ્લેન્ડે ‘એશેઝ’ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયાની ચાર વિકેટ ખેડવીને મેચ ઉપર પોતાની મજબૂત પક્કડ બનાવી લીધી છે. પહેલી ઈનિંગમાં 592 રન બનાવીને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 275 રનની લીડ મેળવી લીધી છે. દિવસની રમત પૂર્ણ થવા સુધી ઑસ્ટ્રેલિયાએબીજી ઈનિંગમાં ચાર વિકેટ ગુમાવીને 113 રન બનાવી લીધા છે અને હજુ તે ઈંગ્લેન્ડ કરતા 162 રન પાછળ ચાલી રહ્યું છે. ઑસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગ 317 રનમાં સંકેલાઈ ગઈ હતી. માર્ક વૂડે પોતાફી આગઝરતી ગતિથી ઑસ્ટ્રેલિયાના બેટરોને ક્રિઝ પર ટકવા દીધા ન્હોતા.
તેણે ઉસ્માન ખ્વાજા (18 રન), સ્ટિવ સ્મિથ (17 રન) અને ટ્રેવિસ હેડ (એક રન)ને આઉટ કરી ટેસ્ટ ક્રિકેટમાં વિકેટની પોતાની સદી પૂર્ણ કરી લીધી છે. ક્રિસ વૉક્સએ ડેવિડ વૉર્નર (28 રન)ને આઉટ કરી દેતાં ઑસ્ટ્રેલિયાએ પોતાના ચાર બેટરો ગુમાવી દીધા છે. દિવસના રમતના અંત સુધી માર્નસ લાબુશેન 44 અને મીચેલ માર્શ એક રન બનાવીને રમતમાં છે. આ પહેલાં વિકેટકિપર-બેટર જૉની બેરિસ્ટો (અણનમ 99 રન) પોતાના જોડીદારના આઉટ થવાને કારણે સદીથી માત્ર એક રનથી ચૂકી ગયો હતો. ઈંગ્લેન્ડે દિવસની રમતનો પ્રારંભ ચાર વિકેટે 384 રનથી કર્યો હતો. ત્યારે તેની લીડ 67 રનની હતી.
ટીમે ઈનિંગના અંત સુધી દબદબો બનાવી રાખ્યો જેમાં બેરિસ્ટો અને જેમ્સ એન્ડરસને 10મી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતી જેમાં એન્ડરસે માત્ર પાંચ રન બનાવ્યા અને કેમરુન ગ્રીન (64 રન આપીને બે વિકેટ)ની બોલિંગમાં આઉટ થયો હતો જેના કારણે બેરિસ્ટો 99 રન પર અણનમ રહ્યો જેના માટે તે 81 બોલ રમ્યો હતો. ઈંગ્લેન્ડે લંચ સુધીમાં આઠ વિકેટે 506 રન બનાવીને 189 રનની લીડ મેળવી હતી. ઈંગ્લેન્ડે એશિઝ શ્રેણીમાં જીવંત રહેવા માટે આ ટેસ્ટ જીતવી જરૂરી છે એટલા માટે તે એડીચોટીનું જોર લગાવી દેશે.