વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેકની વધતી ઘટના અંગે ચિંતા
દરેક શાળામાં ઓક્સિજન બેડ કે ઈમર્જન્સી સેવા ઉપલબ્ધ કરાવવા માગ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા કેટલાક દિવસોથી શાળામાં અભ્યાસ કરવા જતા બાળકોને હાર્ટ એટેકને લગતી કેટલીક ઘટના સામે આવી છે. આ સ્થિતિને જોતા ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક પત્ર લખીને કેટલાક સુચનો રજૂ કર્યાં છે.
તેમણે શાળામાં ઓક્સિજન બેડ કે ઈમર્જન્સી સેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. શાળામાં વિદ્યાર્થી સાથે કોઈ ઈમર્જન્સીની સ્થિતિ સર્જાય તેવા સંજોગોમાં તાત્કાલિક સારવાર મળી રહે. આ માટે તેમણે સ્વાસ્થ સલાહકાર સમિતિની રચના કરવાની માંગ કરી છે.
ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશનના વડા કમલ રાવલે પત્ર લખી રાજ્યના ઈખને સૂચન કર્યું છે કે રાજ્યમાં કેટલીક શાળાઓમાં નાની ઉંમરના બાળકોમાં હાર્ટ સંબંધિત સમસ્યા જોવા મળી છે.
- Advertisement -
કેટલાક કેસમાં બાળકોના મોતની પણ ઘટના બની છે. આ ગંભીર વિષયને ધ્યાનમાં લઈ દરેક શાળામાં ઓક્સિજન બેડ કે ઈમર્જન્સી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે. આ પ્રકારની ઘટનાઓ શા માટે સતત બની રહી છે તે અંગે કારણ જાણવું જરૂરી છે, આ સંજોગોમાં એક સ્વાસ્થ્ય સંબંધિત સલાહકાર સમિતિની રચના કરવી જરૂરી બને છે.