સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’નું નવું ગીત ‘ઉસે ખેરિયત સે રખના’ રિલીઝ થયું છે. આ ગીતમાં સની દેઓલ પોતાના દીકરાની સલામતી માટે પ્રાર્થના કરતાં દેખાય છે. જુઓ વીડિયો.
સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ નું ગીત ‘ખેરિયત’ રિલીઝ કરવામાં આવ્યો છે. આ ગીતમાં સની દેઓલ પોતાના દીકરાની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યાં છે. આ ઈમોશનલ ગીતને સાંભળીને તમારી આંખોમાંથી પણ આંસૂ વહી જશે.
- Advertisement -
ઈમોશલ સોન્ગ
ગીતમાં સની દેઓલ એક ટ્રક પર બેસીને ક્યાંક જઈ રહ્યાં છે અને રસ્તામાં પોતાના દીકરાની યાદોમાં ખોવાઈ જઈને તેની સુખાકારી માટે પ્રાર્થના કરતાં રહે છે. તો અમીષા પટેલ પણ પોતાના દીકરા માટે દુઆ કરતી દેખાય છે. આ ગીતમાં માતા-પિતાનાં ઈમોશનને ઉત્તમ રીતે દર્શાવવામાં આવ્યું છે. આ એક સ્લો સોન્ગ છે જે ભાવાત્મક લિરિક્સ ધરાવે છે. આ ગીતને સાંભળીને તમારી આંખોમાં પણ આંસૂ આવી જશે. ગીતમાં સની દેઓલ ટ્રક પર બેસીને પાકિસ્તાન જઈ રહ્યાં હોય છે. સીનમાં સની દેઓલની આંખોમાંથી સતત આંસૂ વહેતા દેખાઈ રહ્યાં છે. ફેન્સ આ ગીત અને તેમની એક્ટિંગનાં ખૂબ વખાણ કરતાં દેખાઈ રહ્યાં છે.
પાકિસ્તાનમાં ફસાઈ ગયો છે દીકરો
ગીતમાં તારાસિંહનો દીકરો પાકિસ્તાનમાં ક્યાંક ફસાઈ ગયો છે. આ વખતે સની દેઓલ પોતાના દીકરાને બચાવવા માટે પાકિસ્તાન જઈ રહ્યાં હોય છે. સીનનાં અંતમાં સની દેઓલ એક કબરની સામે જોઈને રડતાં દેખાઈ રહ્યાં છે.
- Advertisement -