સવારે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 11 તાલુકામાં મેઘ મહેર
ખાસ-ખબર સંવાદદાતા
ગઇકાલે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે હવામાન વિભાગે રાજકોટ, નવસારી, અમરેલી, જૂનાગઢ, પંચમહાલ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે સવારે 8 વાગ્યા સુધીમાં 11 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સુત્રાપાડામાં 17 મિ.મી. નોંધાયો છે.
હવામાન વિભાગ અનુસાર, 18 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં ગત 24 કલાકમાં 67 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. જેમાંથી 11 તાલુકામાં 1થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે 56 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ જાંબુઘોડામાં 3.1 ઇંચ, પાવી જેતપુરમાં 2.4 અને જામકંડોરણામાં 2.2 ઇંચ ખાબક્યો હતો.
- Advertisement -
24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો
જિલ્લો તાલુકો વરસાદ(ઇંચમાં)
પંચમહાલ જાંબુઘોડા 3.1
છોટા ઉદેપુર પાવી જેતપુર 2.4
રાજકોટ જામકંડોરણા 2.2
છોટા ઉદેપુર છોટા ઉદેપુર 2.2
ગીર સોમનાથ ઉના 1.9
જૂનાગઢ વિસાવદર 1.8
છોટા ઉદેપુર કવાંટ 1.1
અમરેલી જાફરાબાદ 1.1
અમરેલી લાઠી 1.1
ગીર સોમનાથ ગીર ગઢડા 1.1
છોટા ઉદેપુર બોડેલી 1